• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) ૯ ઓક્ટોબરે મોરબીમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો પ્રારંભ કરાવશે*

મોરબી ખાતે આગામી ૯ અને ૧૦ ઓક્ટોબરે દરમિયાન ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાનાર છે. જેનો ૯ ઓક્ટોબરે ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવશે.

હાલ સમગ્ર રાજ્યમાં ‘ગ્લોબલ સમિટ’ અન્વયે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મોરબી ખાતે આગામી ૯ અને ૧૦ ઓક્ટોબરના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અન્વયે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા તેમના કાર્યક્ષેત્ર અનુરૂપ લગભગ ૯૦ થી વધુ એમ.ઓ.યુ. થનાર છે. ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારની એમ.એસ.એમ.ઈ. યોજનાઓની જાણકારી આપતું પ્રેઝન્ટેશન, એક્સપોર્ટ વર્કશોપ, ઉદ્યોગપતિઓ સાથે ઓપન હાઉસ, નેટવર્કિંગ સેશન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ ઉપરાંત પ્રદર્શન, રજીસ્ટ્રેશનની માહિતી તેમજ પ્રોડક્ટ સ્ટોલ વગેરેનું પણ આયોજન કરવામાં આવનાર છે.

Related posts

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકાના રોહીશાળા-નેકનામ રોડ, પરથી ક્રેટા કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*HELLO MORBI:હત્યા ના ગુન્હામાં રાજકોટ જેલ માથી પેરોલ જંપ કરનાર કેદી ને મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે હળવદ થી ઝડપી પાડ્યો*

editor

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લા માં કોઈ જાનહાની થઈ નથી; મોરબી જિલ્લા વહિવટી તંત્રની ત્રિસ્તરીયવ્યવસ્થા માટે અભિનંદનમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*

editor

Leave a Comment