• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી ના લાલપર ગામેથી મેફેડ્રોન ના જથ્થા તેમજ અન્ય મુદ્દામાલ સહિત રૂપીયા મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ લાલપર ગામેથી રૂપીયા ૧,૯૪,૦૦૦/- ના મેફેડ્રોન ના જથ્થા તેમજ અન્ય મુદ્દામાલ સહિત રૂપીયા ૨,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૦૭/૧૦/૨૦૨૩ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ ગે.કા. નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓને સુચના કરેલ હોય જે અંગે એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે અન્વયે પોલીસ કોન્સ, માણસુરભાઇ દેવદાનભાઇ ડાંગર નાઓને બાતમી મળેલ કે, હકીમ રોડાજી આકી જાતે અજમેરી રહે. હાલ લાલપર ગામ નવદિપ સ્કુલની બાજુમાં ક્રિષ્નાવાડી વાળો રોડ કિશનભાઇ રબારીની બિલ્ડીંગ બીજો માળ લાલપર તા.જી. મોરબી મુળ રહે. ગાદોલ ગામ વોર્ડ નં-ર મસ્જીદની પાસે તા.જી.પ્રતાપગઢ રાજસ્થાન પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમા ગે.કા.રીતે માદક પદાર્થ પાવડર કબજામા રાખી તેના ગ્રાહકોને ખાનગીમા વેચાણ કરે છે. જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમ નીચે જણાવેલ મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમને ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ, સરનામુ
૧) હકીમ રોડાજી આકી જાતે અજમેરી ઉ.વ.૫૨ ધંધો મજુરી કામ રહે.હાલ લાલપર ગામ નવદિપ સ્કુલની બાજુમાં ક્રિષ્નાવાડી વાળો રોડ કિશનભાઇ રબારીની બિલ્ડીંગ બીજો માળ લાલપર તા.જી. મોરબી મુળ રહે.ગાદોલ ગામ વોર્ડ નં-૨ મસ્જીદની પાસે તા.જી.પ્રતાપગઢ રાજ્ય રાજસ્થાન
પકડવા પર બાકી આરોપીનું નામ, સરનામુ
(૧) દાઉદ ઇબ્રાહીમ બેલીમ જાતે અજમેરી રહે.ગાદોલા તા.જી.પ્રતાપગઢ રાજસ્થાન (૨) જીતેન્દ્ર રામજી પ્રજાપતિ જાતે કુંભાર રહે. મોરબી ત્રાજપર ચાર રસ્તા એસ.આર.પંપ પાસે શ્રીરામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૩૦૪ મોરબી.
પકડાયેલ મુદ્દામાલ —
(૧) નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૧૯.૪૦ ગ્રામ કિ.રૂ. ૧,૯૪,૦૦૦/- (૨) રોકડા રૂપીયા ૮૫,૦૦૦/-
૩) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦/-
(૪) વજન કાંટો નંગ-૧ કિ.રૂ.૫૦૦/- (૫) મળી કુલ રૂપીયા ૨,૮૦,૦૦/- નો મુદ્દામાલ.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ
શ્રી એમ પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. એમ.એસ.અંસારી તથા શ્રી પો.સબ.ઇન્સ કે.આર. કેસરીયા તેમજ એ.એસ.આઇ. રણજીતભાઇ બાવડા તથા ફારૂકભાઇ પટેલ તથા કિશોરદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ. જુવાનસિંહ રાણા તથા મહાવિરસિંહ પરમાર તથા મુકેશભાઇ જોગરાજીયા તથા શેખાભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી આશીફભાઇ ચાણકીયા તથા માણસુરભાઇ ડાંગર તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચર્ચાયુ તથા અશ્વિનભાઇ જશાભાઇ લાવડીયા વિગેરે જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI;નીલકંઠ કોમર્સ સ્કૂલ-મોરબી ખાતે DYSP સમીર શારડા સાહેબ ના અધ્યક્ષ સ્થાને બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચર નું આયોજન કરવામાં આવ્યું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના મોટી વાવડી ગામની સીમમા ઓરડી માંથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા ગામ ચેક પો.સ્ટખાતે થી છળકપટથી મેળવેલ મો.સા. સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment