
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ નાની બાળકી ઉ.વ.૫ના ખુનના ગંભીર ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં શોધી કાઢતી મોરબી તાલુકા પોલીસ તથા મોરબી જીલ્લા એલ.સી.બી.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૮૯૦૦૫૨૩૧૯૫૭/૨૦૨૩ આઇ.પી.સી.કલમ- ૩૦૨, ૩૫૪(એ)(૧) તથા પોકસો એકટ કલમ- ૧૨, ૧૮ મુજબ તે એવી રીતે કે, આ કામના આરોપીએ, આ કામેના ફરીયાદીની દિકરી ભોગબનનાર ઉંમર આશરે પાંચ વર્ષ વાળીને કોઇ લાલચ આપી, ફેકટરીના ગોડાઉનમાં લઇ જઇ, ફરીયાદીની દિકરી ભોગબનનારના શરીરે અડપમલા, ચેન-ચાળા કરતા, ફરીયાદીની દિકરી ભોગબનનારએ અવાજ કરી દેકારો કરતા, કોઇ રીતે ફરીયાદીની દિકરી ભોગબનનારને મારી નાખી મોત નિપજાવી, ખુન કરી ગુન્હો કરેલ હોવાની આ કામના ફરીયાદી ભોગબનનારના પિતાએ ફરીયાદ જાહેર કરતા ઉપર મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.
આ કામે પ્રથમ જાહેરાત મુજબ બંધ પડેલ ન્યુ રોયલ સીરામીક કારખાનાના ગોડાઉનમાં એક નાની બાળકીની લાશ મળેલ છે તેવી જાહેરાત મળતા તુંરતજ જરૂરી પોલીસ સ્ટાફ બનાવવાળી જગ્યાએ જઇ મળી આવેલ બાળકીની લાશ અન્વયે જરૂરી કાર્યવાહી કરી લાશનુ ફોરેન્સીક પી.એમ. કરાવવામાં આવેલ બાદ ઉપરોક્ત ફરીયાદ જાહેર થતા. સદરહુ ગુન્હો ગંભીર પ્રકારનો હોય, જેથી આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ શ્રી અશોક કુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ સદરહુ ગંભીર પ્રકારનો ગુન્હો આચરનાર આરોપીને તાત્કાલીક પકડી પાડવા સુચના કરતા શ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ જીલ્લા પોલીસ અધિક્ષક, મોરબી તથા શ્રી પી.એ.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, મોરબીનાઓએ આપેલ સ્પષ્ટ સુચના અને માર્ગદર્શન હેઠળ આ કામે ગુન્હામાં સંડોવાયેલ આરોપી રવિભાઇ મનસુખભાઇ મેંદપરાની તપાસમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા જીલ્લા એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ ચાલુ હતી તે દરમ્યાન આ કામનો આરોપી રવિભાઇ મનસુખભાઇ મેદપરા જાતે-પટેલ ઉવ-૨૯ રહે-૬૦૩ શિવ પેલેસ સિધ્ધીવિનાયક ટાઉનશીપ મહેન્દ્રનગર ચોકડી પાસે મોરબી-૨ વાળો મળી આવતા મજકુર આરોપીની પુછપરછ કરતા પોતે ગુન્હો કર્યાની કબુલાત આપતો હોય જેથી મજકુરને હસ્તગત કરી જરૂરી મેડીકલ તપાસણી કર્યા બાદ ગુન્હાના કામે અટક કરવા હાલ કાર્યવાહી ચાલુ છે.
કામગીરી કરનાર ટીમ
પો.ઇન્સ.શ્રી કે.એ.વાળા, પો.સબ.ઇન્સ.શ્રી વી.જી.જેઠવા તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ તેમજ પો.ઇન્સ.શ્રી ડી.એમ.ઢોલ, પો.સબ.ઇન્સ.શ્રી એન.એચ.ચુડાસમાં, પો.સબ.ઇન્સશ્રી કે.એચ.ભોચીયા તેમજ એલ.સી.બી. મોરબી સ્ટાફ.
