
મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે વિસ્તારમાંથી થયેલ ચીલઝડપ ના આરોપીને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા નાઓએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ ગઇ તા.૨૫/૧૦/૨૦૨૩ ના રોજ રાત્રી ના આશરે આઠેક વાગ્યાના સમયે મોરબી જુનાબસસ્ટેન્ડ થી વિજય ટોકીઝ વાળા રોડ ઉપર થી ફરીયાદી મીનાબેન વા/ઓ રમેશભાઇ ભવાણીયા રહે.મોરબી નવલખીરોડ લાયન્સનગર સરમરીયા દાદા મંદીર સામે વાળા ના હાથમાંથી રોકડ રૂ.૧૨૦૦૦/- તથા ડોકયુમેન્ટ ભરેલ પર્સની ચીલઝડપ કરી અજાણ્યો મોટરસાયકલ ચાલક નાસી ગયેલ હોય જેથી સદરહુ ચીલઝડપ બાબતે નેત્રમ સી.સી.ટી.વી. કેમેરા તેમજ હયુમન સોર્સીસ આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.કોન્સ સિધ્ધરાજભાઇ લોખીલ તથા સિધ્ધરાજસિંહ જાડેજા ને ખાનગીરાહે બાતમી મળેલ કે નીચે જણાવેલ ઇસમએ ચીલઝડપ કરેલ જેથી મજકુર ઇસમને વિશ્વાસમા લઇ યુકિત પ્રયુકિત થી પુછપરછ કરતા મજકુર ઇસમએ સદરહુ ચીલઝડપ કરેલ હોવાની કબુલાત આપતા બનાવમા ઉપયોગ મા લીધેલ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ તથા ચીલઝડપ કરેલ રોકડ રૂપીયા.૧૨૦૦૦/- તેના રહેણાંક મકાને થી કબ્જે કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૧૭૩૯/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૭૯(એ)(૩) મુજબ નો ગુન્હો ડીટેકટ કરવામા આવેલ છે.તેમજ પોકેટ કોપથી સર્ચ કરતા નીચે મુજબ નો ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ છે.
પકડાયેલ આરોપી –
(૧) હિરેન ઉર્ફે રવી છગનભાઇ નિમાવત બાવાજી ઉ.વ.૩૦ રહે.મોરબી શનાળા બાયપાસ આનંદનગર મનસુખભાઇ પટેલના મકાનમા મુળરહે,નશીતપર તા.ટંકારા
ગુનાહિત ઇતિહાસઃ-
(૧)મોરબી સીટી એ ડીવી.પોસ્ટે ગુ.ર.નં.૦૦૧૫/૨૦૧૬ એમ.વી.એકટ.૧૮૫
૨) મોરબી સીટી એ ડીવી.પોસ્ટે ગુ.ર.નં.૦૦૧૬/૨૦૧૬ જીપી.એકટ.૧૩૫
૩) મોરબી સીટી એ ડીવી.પોસ્ટે ગુ.ર.નં.૦૪૪૫/૨૦૧૮ જીપી.એકટ.૧૩૫
૪) મોરબી સીટી એ ડીવી.પોસ્ટે ગુ.ર.નં.૧૭૩૭/૨૦૨૩ જીપી.એકટ.૧૩૫
કબ્જે કરેલ મુદામાલ
અનુ.
૧
કબ્જે કરેલ મુદામાલ વિગત
રોકડ રૂ.૧૨૦૦૦/ તથા એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં.GJ-36-AG-6144 કિ.રૂ.૪૦૦૦૦/- વાળુ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર
શ્રી એ.વી.પાતળીયા પો.સબ.ઇન્સ
શ્રી રાજદીપસિહ રાણા એ.એ.આઇ
શ્રી સિધ્ધરાજસિંહ જાડેજા પો.કોન્સ
શ્રી સિધ્ધરાજભાઇ લોખીલ પો.કોન્સ
શ્રી અરજણભાઇ ગરીયા પો.કોન્સ
શ્રી અંબાપ્રતાપસિંહ જાડેજા પો.હેડકોન્સ શ્રી તેજાભાઇ ગરચર પો.કોન્સ
શ્રી કિશોરભાઇ મિયાત્રા પો.હેડકોન્સ શ્રી હિતેષભાઇ ચાવડા પો.કોન્સ
શ્રી ચકુભાઇ કરોતરા પો.હેડકોન્સ
