
મોરબી તાલુકાના લાલપર ગામની સીમ, શૈલેષ કાંટા પાસેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી /જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા પરોહી./જુગારની ડ્રાઇવનું આયોજન કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. વનરાજભાઈ ચાવડા તથા પોલીસ કોન્સ. જયદીપભાઇ પટેલને મળેલ બાતમી હકીકત આધારે પોલીસ ઇન્સ શ્રી કે. એ. વાળા નાઓએ સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી તાલુકાના લાલપર ગામની સીમ, શૈલેષ કાંટા પાસેથી ૫૦૦ લીટર દેશી દારૂ ભરેલી હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર સહીત કિ.રૂ.૨,૧૦,૦૦૦/- મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહીબિશન ધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની તપાસ પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.
આરોપી
1. સલીમભાઈ બાબુભાઇ વિકીયાણી જાતે.સંધી ઉ.વ.૩૬, ધંધો-ખેતી, રહે. સરાયા, તા.ટંકારા, જી.મોરબી
2. માલ મંગાવનાર :- મુસ્કાનબેન D/O અબ્બાસભાઇ કટીયા રહે. મોરબી. (પકડવા પર બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલ
૧) દેશીદારૂ લી-૫૦૦ કિં.રૂ.૧૦,૦૦૦/-
૨) હ્યુન્ડાઇ કંપનીની આઇ-૨૦ કાર રજી નં.GJ-03-KC-8374 કિં.રૂ.૨,૦૦,૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા તથા સર્વેલન્સ પો.સ.ઇ.શ્રી
વી.જી.જેઠવા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા વનરાજભાઇ ચાવડા તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા કેતનભાઇ અજાણા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

