• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી તાલુકાના ગોરખેજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સામૈયાં અને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું*

વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ગામે ગામ ભ્રમણ કરી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે, જે અન્વયે મોરબીના ગોરખીજડીયા ગામે રથનું આગમન થયું હતું. સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને સામૈયાં અને કુમકુમ તિલક કરી આવકાર્યો હતો.

આ પ્રસંગે ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા એ સરકારની વિવિધ ૧૭ યોજનાઓ વિશે માહિતિ આપી પ્રાસંગિક ઉદ્દ્બોધન કર્યુ હતુ.

કાર્યક્રમમાં મહાનુભાવોના વરદહસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિઘ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાઓના લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત ગોરખીજડીયા ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
.કાર્યક્રમ દરમિયાન બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવા સંદેશાઓ આપતું ‘ધરતી કહે પુકાર કે….’ નાટક રજુ કર્યું હતું, જે કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.

કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ ઉપરાંત ઉજ્જવલા યોજના, બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયત સભ્યશ્રી જ્યંતિભાઈ પડસુંબિયા, અગ્રણી સર્વશ્રીઓ અરવિંદભાઈ વાંસદડીયા, સાગરભાઈ સદાતિયા, બચુભાઈ અમૃતિયા, ધનજીભાઈ દંતલિયા, તથા આરોગ્ય વિભાગ, આઈસીડીએસ, બેંક સહિત વિભાગના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ અને ગોરખીજડીયાના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી સહિત ગ્રામજનો જોડાયા હતા.

Related posts

*HELLO MORBI: હુ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં હું છું જ, અને હંમેશા રહીશ : પત્રકાર પરિષદ યોજી વિગતો જારી કરતા અજય લોરિયા*

Hello Morbi

*એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ ગર્લ્સ હાઈસ્કૂલનો 50 વર્ષ મા મંગલ પ્રવેશ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અવાર નવાર પ્રોહિબીશનના ગુન્હામા પકડાયેલ ઇસમોનેપાસા* *અટકાયત કરતી* *મોરબી સીટીએ ડીવિઝન પોલીસ*

editor

Leave a Comment