• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પ્રોહીબીશનના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

પ્રોહીબીશનના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી.
પોલીસ અધિક્ષક શ્રી મોરબીના રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના મુજબ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓએ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ વિશાલ મંછારામ ગોંડલીયા રહે.યજ્ઞપુરૂષનગર (ગારીયા) તા. વાંકાનેર જી. મોરબી વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. તથા શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી.મોરબીનાઓ સાથે પોલીસ ટીમ બનાવી સામાવાળા વિશાલ મંછારામ ગોંડલીયા / બાવાજી ઉવ.૨૩ ધંધો મજુરી રહે.યજ્ઞપુરૂષનગર (ગારીયા) તા. વાંકાનેર જી. મોરબી વાળાને આજરોજ તા.૨૨/૧૨/૨૦૨૩ ના રોજ પાસા એકટ તળે મોરબી લીલાપર ચોકડી ખાતેથી પકડી, ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI: વજન વધ્યું છે???તો ચિંતા છોડો કેમકે હવે આપણા મોરબી શહેરમા જ વજન ઘટાડવું બન્યુ સરળ*

editor

*ટંકારા તાલુકાના ભાજપ મહિલા મોરચાના હોદેદારો એ સાવડી સરાયા ગામની મુલાકાત લીધી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સ્કાઉટમાં પ્રેરણાદાયી કામગીરી કરનાર ડીસાની પ્રાચી જયેશભાઈ આચાર્યનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ સન્માન*

editor

Leave a Comment