• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ ના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ ના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના જાંબુઆ જિલ્લા ખાતેથી પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ
તા.૨૨/૧૨/૨૦૨૩
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI ચંન્દ્રકાંતભાઇ વામજા તથા HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, વાંકાનેર તાલુકા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૦૯/૨૦૦૦ ઇ.પી.કો. કલમ-૩૯૪,૧૧૪ વિ.મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી સમસુભાઈ મનજીભાઈ બારીયા/અનુજનજાતી રહે.કોયાધરીયા તા.જી.જાંબુઆ (એમ.પી) વાળો હાલે તેના રહેણાંક મકાને હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ ઉપરોકત સ્ટાફની ટીમ બનાવી જાંબુઆ જિલ્લા ખાતે મોકલતા ઉપરોકત ટીમ દ્રારા હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી સમસુભાઈ મનજીભાઈ બારીયા/અનુજનજાતી ઉ.વ.૪૬ રહે.કોયાધરીયા તા.જી.જાંબુઆ (એમ.પી)વાળો કોયાધરીયા ગામ તેના રહેણાક મકાનેથી તા.૨૨/૧૨/૨૦૨૩ ના રોજ પકડી પાડી હસ્તગત કરી સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ, મુજબ ઉપરોકત ગુન્હાના કામે અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આમ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી 𝐈𝐓𝐈 ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક કોર્સ અને ૧૦૦ બેડની નવી હોસ્ટેલ શરૂ થશે: મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા*

editor

*HELLO MORBI: મોરબી શહેરમાં કચરો છે? ફોટો પાડોઅને મોકલો +919879889077 નંબર પર*

editor

*જિલ્લા ફેર બદલી કરીને ૨,૬૦૦ જગ્યાઓ ઉપર તાત્કાલિક અસરથી વિદ્યાસહાયકોની ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય : પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*

Hello Morbi

Leave a Comment