• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં દલવાડી સર્કલ-લીલાપર ચોકડી, રવાપર ગામ-રવાપર ચોકડી, ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી*

મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જી.ટી. પંડયા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામાં અનુસાર (૧) દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી, (૨) રવાપર ગામથી રવાપર ચોકડી થી લીલાપર ચોકડી અને (૩) ભક્તિનગર થી ઉમીયા સર્કલ રસ્તાઓ પર તા.૩૧/૦૧/૨૦૨૪ સુધી સવારના કલાક-૦૮:૦૦ થી રાત્રીના કલાક-૧૨:૦૦ સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે.

આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ.

Related posts

*HELLO MORBI:મોરબી પત્રકાર એશૉસીએશન ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI NEWS:પોષણ માસ – ૨૦૨૪* *પોષણ માસની ઉજવણી અંતર્ગત સનાળા આંગણવાડી ખાતે સેજા કક્ષાએ વાનગી નિર્દેશન યોજાયું*

editor

*HELLO MORBI: ગૌરવ ; ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા તોરણીયા રામામંડળના સુપ્રસિદ્ધ કલાકારોનું વિશિ TVષ્ટ સન્માન કરાયું*

editor

Leave a Comment