• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:*મોરબી તાલુકાના કેરાળી ગામને Odf+ model Village જાહેર કરી અભિનંદન પ્રમાણ પત્ર એનાયત કરાયું*

*વિકસિત ભારત સંકલ્પ યાત્રા*
*મોરબી તાલુકાના કેરાળી ગામને Odf+ model Village જાહેર કરી અભિનંદન પ્રમાણ પત્ર એનાયત કરાયું*
મોરબી
મોરબી જિલ્લાના ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગામે ગામ પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીની ગેરંટી વાળી ગાડીથી લોકપ્રિય બનેલી આ યાત્રા રથનું ગામેગામ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી તાલુકાના કેરાળી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનોએ ઉત્સાહભેર વધાવી હતી.
મોરબી જિલ્લાના ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથ ભ્રમણ કરી રહ્યા છે. આ રથ દ્વારા સરકારશ્રીની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવી રહી  છે. ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા અભિયાન અન્વયે કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને  પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન એસ.બી.એમ. (સ્વચ્છ ભારત મિશન) ગ્રામીણ યોજના અંતર્ગત મોરબી તાલુકાના કેરાળી ગામને Odf +Model Village જાહેર કરી અભિનંદન પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

Related posts

*HELLO MORBI:ગુજરાત પ્રવાસે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી*

editor

*HELLO MORBI:ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત*

editor

*HELLO MORBI NEWS:વાંકાનેરના હોલમઢ ગામની સીમમાં આવેલ આરોપીની વાડીમાં વાઢેલી લીલી જારના પુળા નીચે સંતાડી રાખેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

Leave a Comment