• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી : હળવદ-મોરબી હાઇવે રોડ ઉપર રામદેવ હોટલ પાસેથી સી.એન.જી. રીક્ષામાંથી ગણનાપાત્ર ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના આંદરણા ગામની સીમ, હળવદ-મોરબી હાઇવે રોડ ઉપર રામદેવ હોટલ પાસેથી સી.એન.જી. રીક્ષામાંથી ગણનાપાત્ર ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./ જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓએ પોલીસ હેડ કોન્સ. વનરાજભાઇ ચાવડા તથા પોલીસ કોન્સ. કેતનભાઇ અજાણા નાઓને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત મળેલ કે, એક સી.એન.જી. રિક્ષા રજી.નં. GJ-24-W-8142 વાળીમાં ઇગ્લીશ દારૂ ભરી હળવદ તરફથી મોરબી આવનાર છે વિગેરે મતલબેની મળેલ હકીકત આધારે સદરહું જગ્યાએ અલગ અલગ વોચ તપાસમાં ગોઠવાયેલ દરમ્યાન હકીકતવાળી બજાજ કંપનીની સી.એન.જી. રિક્ષા નં. GJ-24-W-8142 વાળી નીકળતા જેને ઉભી રાખવા ઇશારો કરતા રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઈ ભાગવા જતા તેનો પીછો કરી રીક્ષાને આંતરી ઉભી રખાવી ચેક કરતા રીક્ષાની પાછળની સીટ નીચે તથા ડ્રાઇવર સીટ નીચેથી ભારતીય બનાવટની ગ્રીન લેબલ એકપોર્ટ સ્પેશયલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મી.લી. કાચની કંપની શીલપેક બોટલ નંગ-૯૨ કિં.રૂ.૨૭,૬૦૦/- તથા બજાજ કંપનીની સી.એન.જી.રીક્ષા રજી.નં. GJ-24-W-8142 કિં.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૧,૨૭,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી :-
1. ભરતસિંહ અભેસિંહ વાઘેલા જાતે દરબાર ઉ.વ.૩૬ ધંધો-ડ્રાઇવિંગ રહે-વડા તા-કાંકરેજ પો.સ્ટે.-થરાદ જી-બનાસકાંઠા
કબ્જે કરેલ મુદ્દામાલ :- ભારતીય બનાવટની ગ્રીન લેબલ એકપોર્ટ સ્પેશયલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક ઇગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૯૨ કિં.રૂ.૨૭,૬૦૦/- તથા બજાજ કંપનીની સી.એન.જી. રિક્ષા રજી.નં. GJ-24-W-8142 કિં.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૨૭,૬૦૦/-

Related posts

*HELLO MORBI NEWS:મોરબીમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે સભાસદ કેમ્પ અંતર્ગત સહકારી મંડળીઓમાં નવા ૫૦૦ સભાસદો જોડાયા*

editor

*ઇફ્કો કંપની દ્વારા હડીયાણા ગામ ખાતે ધાબળા વિતરણ કરાયા*

Hello Morbi

*મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના હેડ કોચ નિશાંત જાની BCCI/NCA માન્ય કોચ બનશે*  

Hello Morbi

Leave a Comment