• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:*મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા અંગુર બાસુંદી નુ વિતરણ*

*મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા અંગુર બાસુંદી નુ વિતરણ*

*જલારામ મંદિર ના અડદીયા બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા શુધ્ધ તેલ માંથી ઉંધિયુ બનાવવા મા આવશે*

પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલ માંથી બનેલ ઉંધિયા વિતરણ નુ આયોજન કરવા મા આવેલ છે. મોરબી જલારામ મંદિર ના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવા માં આવશે તેમજ ડ્રાઈફ્રુટ થી ભરપુર અંગુર બાસુંદી નુ વિતરણ કરવા માં આવશે. ઉંધિયુ પ્રતિકીલો રૂ.૧૮૦ ના ભાવે તેમજ બાસુંદી પ્રતિકીલો રૂ.૩૦૦ ના ભાવે ઉપલબ્ધ રહેશે. ઉંધિયુ તેમજ બાસુંદી વિતરણ તા.૧૪-૧-૨૦૨૪ રવિવારે મકરસંક્રાંતિ ના રોજ સવારે ૯ કલાક થી શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે થી થશે. ઉંધિયુ તથા બાસુંદી મેળવવા એડવાન્સ બુકિંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ નો સંપર્ક કરવા સંસ્થા ના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી તથા ચિરાગભાઈ રાચ્છે યાદી મા જણાવ્યુ છે.

નોંધઃ- મર્યાદીત જથ્થા માં જ ઉંધિયુ તેમજ અંગુર બાસુંદી નું વિતરણ કરવાનું હોય વહેલી તકે બુકીંગ કરાવવુ આવશ્યક છે.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*સંસ્કૃત સાહિત્ય અકાદમીનું ‘સાહિત્ય ગૌરવ સન્માન’ ટંકારાના મુનિ દયાલને*

Hello Morbi

*મોરબી નગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના આજથી શ્રીગણેશ થયા*

Hello Morbi

*HELLO MORBI:PSI/કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન*

editor

Leave a Comment