• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાંસ્ટાફની ભરતી કરાશે*

ટંકારા તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ૪ સંચાલક, ૮ રસોઇયા તથા ૮ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ ૨૦ જાન્યુઆરી સુધીમાં ટંકારા તાલુકા મામલતદારશ્રીની કચેરીએ ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવે ત્યારે અભ્યાસ તથા ઉંમર અંગેના અસલ આધારો સાથે સ્વખર્ચે રજુ થવાનું રહેશે.

મધ્યાહન કેન્દ્રમાં કામ કરવા ઇચ્છતા ઉમેદાવાર ઓછામાં ઓછા એસ.એસ.સી પાસ હોવા જોઇએ. જો એસ. એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૨૦ તેમજ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. સ્વૈચ્છીક સંસ્થાઓ, ટ્રસ્ટ પણ અરજી કરી શકશે. તેમને તેમની પ્રવૃતિનો બાયોડેટા તથા સંસ્થાના જે કર્મચારીને કામગીરી સોંપવાની હોય તેમની વિગત રજુ કરવાની રહેશે.
વ્યવસ્થાપક, રસોયા અને મદદનીશ તરીકે સ્થાનિક સંસ્થા (પંચાયત, નગરપાલીકા કે મહાનગરપાલીકા)માં ચૂંટાયેલા અથવા હોદો ધરાવતા હોય કે સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતા કર્મચારી કે તેના પતિ/પત્ની/પુત્રો કે આશ્રીતો, રાજય સરકાર કે કેન્દ્ર સરકારમાં તેમજ રાજય સરકાર કે કેન્દ્ર સરકારના તાબાના જાહેર સાહસ હેઠળ કે પંચાયત હેઠળ કે આંગણવાડીની નોકરી કરતા કર્મચારી અગર તો કર્મચારીઓના પતિ/પત્ની/પુત્ર/પુત્રી કે જે આશ્રિત હોય તે, અનાજ દળવાની ઘંટી ચલાવતી હોય તેવી વ્યકિત, શાકભાજી, મરી-મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતી, કોઈપણ જગ્યાએ માનદવેતન મેળવતી, હોમગાર્ડઝમાં ફરજ બજાવતી, રાજય સરકાર કે કેન્દ્ર સરકારના જાહેર સાહસ હેઠળ નોકરીમાંથી ફરજીયાત રીતે નિવૃત થયેલ કોઈ રૂખસદ આપેલ હોય કે બરતરફ કરેલી વ્યક્તિ, સસ્તા અનાજની દુકાન ધારણ કરતા કે સંચાલક/રસોઇયા/મદદનીશ તરીકે નિમણુંક મેળવવા માટે અન્ય કોઈ કારણોસર પાત્રતા ધરાવતા ન હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં.

મધ્યાહન ભોજન કેન્દ્રમાં કામ કરવા ઇચ્છતા ઉમેદવારોએ તા. ૧૦-૦૧-૨૦૨૪ સુધીમાં ટંકારા મામલતદાર કચેરીમાંથી નિયત નમુનાનું ફોર્મ લઈ ૨૦-૦૧-૨૦૨૪ સુધીમાં રજુ કરવાનું રહેશે. વધુ માહિતી માટે ટંકારા તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાં સંપર્ક કરવા ટંકારા તાલુકા મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી મા છેલ્લા ત્રણ દાયકા થી વિકાસ ની રાહ જોતી પ્રજા માટે મહાનગર પાલિકા નુ પ્રથમ બજેટ રજુ કરાયુ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી વોર્ડ નં-૭ ના વિસ્તાર માં સ્ટોર્મ વોટર વર્ક નું જાત નિરીક્ષણ કરતા કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, મમતાબેન ઠાકર તથા જલ્પાબેન સોનગ્રા*

editor

*HELLO MORBI NEWS:પર્યાવરણ બચાવોના નેજા હેઠળ કાર્ય કરતા મોરબી જિલ્લાની શ્રી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ એનાયત*

editor

Leave a Comment