• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સર્વે સમાજ ને સાથે લઈ ચાલનાર રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન વસાણી ને મોરબી લોહાણા સમાજ નું ખુલ્લુ સમર્થન*

*સર્વે સમાજ ને સાથે લઈ ચાલનાર રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન વસાણી ને મોરબી લોહાણા સમાજ નું ખુલ્લુ સમર્થન.*

*સોનલબેન વસાણી ની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાની કુચેષ્ઠા કરનારાઓ શાન માં સમજી જજો.*

સર્વે સમાજ ને સાથે લઈ ચાલનાર, દરેક સમાજ ના સુખ-દુઃખ માં ભાગીદાર થનાર રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ સોનલબેન તેજશભાઈ વસાણી ની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના કૃત્યો અમુક તત્વો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે ત્યારે મોરબી લોહાણા સમાજ સોનલબેન વસાણી ના ખુલ્લા સમર્થન માં છે.
અમુક તત્વો દ્વારા સોનલબેન ના ઘર પાસે ધરણાં ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેને મોરબી લોહાણા સમાજ કડક શબ્દોમાં વખોડી કાઢે છે. સોનલ બેન ના કોલ રેકોર્ડીંગ માં ચેડા કરી તેમની વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા તેમજ ભાજપ પક્ષ ને બદનામ કરવાનું કૃત્ય કરનાર શાન માં સમજી જજો. નહિંતો આપની સામે આગામી સમય માં ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાતભર માં આંદોલન ચલાવવામાં આવશે.
અમુક શખ્શો દ્વારા કુલ્ફી ના વ્યાપારી નો તોડ કરવા કુલ્ફી માં માંખી નીકળી છે સેટલમેન્ટ કરો નહિતો ફરીયાદ કરશુ તેમજ આપને ક્યાય નાં નહિ રહેવા દઈએ એવી ધમકી આપવા માં આવી હતી. ખરેખર એવી કોઈ માંખી નીકળી જ ન હતી પરંતુ તોડબાજ ગેંગ દ્વારા સમગ્ર ઘટના ને સામાજીક રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેથી તે વ્યાપારી ને વ્હારે આવી તેમની સામાજીક ફરજ અદા કરી તે તોડબાજ ગેંગ ના યુવાનો ને સમજાવવા નો પ્રયત્ન કરવા માં આવ્યો પરંતુ ગેંગે લાજવા ને બદલે ગાજવાનું શરૂ કર્યુ અને કુલ્ફી ના વ્યાપારી ને સાઈડ માં મુકી સોનલબેન ને ટારગેટ કરવાની કુચેષ્ઠા કરવા માં આવી છે. ત્યાર બાદ જે યુવક પાસે કુલ્ફી માં માંખી ની ફરીયાદ નો ફોન કરાવવા માં આવ્યો હતો તે યુવક ને સમજાયું કે સમગ્ર પ્રકરણ માં તોડબાજ ગેંગ તેને હાથો બનાવી રહી છે તેથી તેને સોનલ બેન ની માફી માંગી લીધેલ છે પરંતુ તોડબાજ ગેંગ ના અમુક સદસ્યો સમગ્ર ઘટના ને સામાજીક તેમજ રાજકીય રંગ આપવા સોનલબેન ના ઘર સામે ધરણા કરવા છે તેવું નિવેદન આપી રહ્યા છે તે તોડબાજ ગેંગ સામે સમગ્ર ગુજરાત માં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવવામાં આવશે તેમજ કાયદોસર ની કાર્યવાહી કરવા માં આવશે જેની નોંધ લેવી. લોકસભાની ચુંટણી ના પડઘમ વાગી રહ્યા હોય, ભાજપ પક્ષ ની પ્રતિષ્ઠા ને હાની પહોંચાડવા તેમજ પક્ષ ના આગેવાનોને બદનામ કરનાર તોડગેંગ પાછડ વિપક્ષ નો તો હાથ નથી ને? તે બાબતે પણ આગામી સમય માં તપાસ કરવા માં આવશે.
સત્ય માટે સમસ્ત સમાજ ની સાથે ઉભા રહેનાર, લોક કલ્યાણ ના કાર્ય માટે હરહંમેશ કટીબધ્ધ એવા રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ સોનલબેન તેજશભાઈ વસાણી સાથે મોરબી લોહાણા સમાજ હતો, છે અને રહેશે. સોનલ બેન ને થતા અન્યાય ને કોઈપણ ભોગે સાંખી લેવામાં નહિ આવે.

લી.
શ્રી લોહાણા મહાજન-મોરબી
રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી
અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી
શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી
શ્રી જલારામ સેવા મંડળ-મોરબી
શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી
શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો*

editor

*ભાઈ અમેરીકા હોય, મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી ભાઈબીજ ની ઉજવણી કરતા રાજકોટ નાં ઉર્વશીબેન કીશનકુમાર ઠુમ્મર*

Hello Morbi

*HELLO MORBI:ધુટુ ગામથી આગળ પાર્થ હોટલની બાજુમાં, જાહેરમાં જુગાર રમતા રોકડા રૂપીયા ૭૨,૪૮૦/- ના મુદામાલ સાથે કુલ- ૦૫ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment