• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી નક્કર કામગીરી કરવા તાકીદ કરી*

ગત તા.૧૯-૦૫-૨૦૨૩ના મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ સંકલન બેઠકમાં ધારાસભ્યશ્રીઓએ મોરબી જિલ્લાના ગામડામાં પીવાના પાણીની સમસ્યા દુર કરવા માટે અધિકારીઓને સ્પષ્ટ સુચનો કર્યા હતા. ઉપરાંત સનાળા રોડ પર ભરાઇ જતા વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન મુકીને યોગ્ય વ્યવસ્થા કરવા તથા મોરબીના લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર તેમજ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. વધુમા હાલ મોરબીના વિવિધ વિસ્તારમાં બંધ થયેલ પોસ્ટઓફિસ ફરી શરૂ કરવા પણ જણાવ્યું હતું. તમામ ધારાસભ્યશ્રીઓએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓને નક્કર કામગીરી કરવા તેમજ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા તાકીદ કરી હતી.
જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનશ્રી હંસાબેન પારઘી દ્વારા અનુસુચિત જાતિના લોકોને પ્લોટ આપવા માટે રજુઆત કરાઈ હતી. વધુમાં આ બેઠકમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘનશ્યામનગરમાં પ્રાથમિક શાળાના નવા મકાન બાબતે યોગ્ય કાર્યવાહી કરવા, જમીન માપણીના વિવિધ પ્રશ્નો, આરોગ્ય વિભાગના કર્મચારીઓના પગાર, જિલ્લાના વિવિધ માર્ગો પરના દબાણો હટાવવા તથા ભવિષ્યની લાંબા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ મોરબીમાં નિર્માણાધિન એરપોર્ટના પ્લાનમાં જરૂરી તમામ ફેરફાર કરવા વગેરે જેવા વિવિધ પ્રશ્નોની રજૂ કર્યા હતા.
અધિકારીશ્રી ડી.સી. પરમાર, સી,ડી.એચ.ઓ.શ્રી કવિતાબેન દવે, મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: સારવાર જોઈએ છે એક્સપ્રેસ રિલેક્સ કારણ કે આયુષ કેસલેસ*

editor

*HELLO MORBI:મોરબીમાં દલવાડી સર્કલ-લીલાપર ચોકડી, રવાપર ગામ-રવાપર ચોકડી,ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી*

editor

*HELLO MORBI NEWS:હળવદ પો સ્ટે ના ગુન્હામાં છેલ્લા પોણા બે વર્ષથી વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment