
અભૂતપૂર્વ ધાર્મિક માહોલમાં પાટણ ખાતે દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનનો થયો શાનદાર પ્રારંભ
ડીસા જલારામ ગૌ સત્સંગ મંડળની પ્રેરણા અને માર્ગદર્શનથી પાટણ ખાતે તારીખ 22-2-2024 ગુરૂવારથી પૂજ્ય જલારામ બાપાના ભજનનો ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય પ્રારંભ થયેલ છે.પ્રથમ દિવસે અભૂતપૂર્વ ધાર્મિક માહોલ વચ્ચે સમાજશ્રેષ્ઠી આર.જી.ઠક્કરના સહયોગથી લાલસાહેબના મંદિરે મારવાડી લોહાણા સમાજની વાડી ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ તેમજ બહેનોએ ઉપસ્થિત રહી નિજાનંદ માણ્યો હતો.જોગાનુજોગ એ દિવસે આર.જી.ઠક્કરનો જન્મદિવસ પણ હતો.
ડીસાથી 24 ગાડીઓનો કાફલો 141 જલારામ ભકતોને લઈ પાટણ જલારામ મંદિર પહોંચ્યો ત્યારે સૌની વ્યવસ્થિત મહેમાનગતી કરવામાં આવી હતી.સૌએ જલારામ મંદિર પાટણ ખાતે આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો.ડીસાથી પધારેલ જલારામ ભકતો માટે પૂજ્ય જલારામ બાપાના ભોજન પ્રસાદની વ્યવસ્થા વાડી ખાતે આર.જી.ઠક્કર પરિવાર દ્રારા કરવામાં આવી હતી.
પવન,પ્રકાશ,પાણી,પાથરણું,સાદા પ્રસાદ આધારિત પૂજય જલારામ બાપાના ભજન માટે પ્રથમ ગુરૂવારે જ 81 જલારામ ભકતોએ પોતાનાં નામ નોંધાવી પૂજ્ય જલારામ બાપા તેમજ પૂજ્ય વીરબાઈ મા ભજન સ્વરૂપે આશીર્વાદ આપવા એમના ઘેર પધારે તે રીતે અદભૂત સહકાર આપ્યો હતો.
પાટણના જલારામ સેવકો સર્વ નારણભાઈ ઠકકર,આર.જી.ઠક્કર,પી.સી.અખાણી,જે.ડી.ઠક્કર,મધુભાઈ ભવાનજીભાઈ ઠકકર,એસ.કે.ઠકકર,ચંદ્રકાંતભાઈ રતાણી,નટુભાઈ રતાણી,ધનરાજભાઈ ઠકકર,પી.આઈ.ઠક્કર,કમલેશભાઈ,સતીષભાઈ,રાજુભાઈ,તરૂણભાઈ,ભરતભાઈ,રશ્મિકાંત શાસ્ત્રીજી એમ સૌના સંયુક્ત પ્રયાસોને લીધે પાટણમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન વર્ષો સુધી નિરંતર ચાલ્યા જ કરે તેવું વાતાવરણ જામ્યું હતું.
પૂજ્ય જલારામ બાપાની બાવની તેમજ પૂજ્ય જલારામ બાપાનાં ભજનો થકી ઉપસ્થિત સૌકોઈએ ભકિતની શકિતનો વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવ કર્યો હતો.સૌએ આ સત્કાર્યમાં કાયમ માટે સહકાર આપવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું વિશિષ્ટ શૈલીમાં સંચાલન જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના ભગવાનભાઈ બંધુએ કરીને સમગ્ર અવસરની સંપૂર્ણ સમજ આપી હતી.સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે કર્યુ હતું.

