• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી શનાળા રોડ શુભ હોટલ વાળી શેરી માંથી અન-અધિકૃત રીતે બિન કાયદેસર વિદેશી સીગારેટના જથ્થા સાથે એક ઇમસને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

મોરબી શનાળા રોડ શુભ હોટલ વાળી શેરી માંથી અન-અધિકૃત રીતે બિન કાયદેસર વિદેશી સીગારેટના જથ્થા સાથે એક ઇમસને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૧૫/૦૫/૨૦૨૩ ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર ઇ-સિગારેટ તથા અન્ય પ્રતિબંધીત તમાકુના ઉત્પાદન, વેપાર, હેરાફેરી અટકાવવા ખાસ ઝુંબેશ રાખેલ હોય તે ઝુબેશ અન્વયે અસરકારક કામગીરી કરવા પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ટીમ આવા ગે.કા. વિદેશી સિગારેટના વેપાર કરતા ઇસમોને શોધી કાઢવા મોરબી શહેર વિસ્તારમાં પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ સતિષભાઇ ગરચર તથા પોલીસ કોન્સ. ભાવેશભાઇ મિયાત્રા નાઓને ખાનગી હકીકત મળેલ કે, શનાળા રોડ, અંકુર સોસાયટીમાં રહેતા ધ્રુવ ભુપેન્દ્રભાઇ મીરાણી વાળા પાસે એક પ્લાસ્ટીકનુ બાચકુ છે અને શનાળા રોડ જી.આઇ.ડી.સી.ના નાકા પાસે આવેલ શુભ હોટલ વાળી શેરીમાં ઉભેલ છે અને તેની પાસે ગે.કા.રીતે આધાર વગર વિદેશી સીગારેટના બોકસ તથા પેકેટોની ઉપર આરોગ્ય વિષયક દેખીતા કોઇ ચેતવણી રૂપ શબ્દો કે ચિત્રો દોરેલા ન હોય તેવો વિદેશી સીગારેટનો જથ્થો છે અને તે જાહેર જનતાને દેખાય તે રીતે વેચાણ કરે છે હાલે તે જગ્યાએ વેચાણ ચાલુ હોય જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ વિદેશી સિગારેટના જથ્થા સાથે મળી આવતા સદરહુ ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ, સરનામુ :-
ધ્રુવભાઇ ભુપેન્દ્રભાઇ મીરાણી જાતે-લુવાણા ઉ.વ-૨૪ ધંધો-વેપાર રહે, શનાળારોડ, શુભ હોટલવાળી શેરી અંકુર સોસાયટી,અંકુર પ્રવિઝન સ્ટોરની સામે મોરબી.
કબજે કરેલ મુદ્દામાલ :-
(૧) DJARUM BLACK MANUFACTURED સીગારેટના પેકેટ નંગ ૧૦ કિ.રૂ.૧,૦૦૦/- BY PTDJ ARUMKUDUS-INDONESIA ની બનાવટની વિદેશી
(૨) DEVIDOTT CLASSIC MADE IN GERMANY UNDER લખેલ વિદેશી સીગારેટ પાકીટ નંગ-૧૮ કિ.રૂ. ૧,૮૦૦/-
(3) GUDANG GARAM MADE UNDER AUTORITY_OF_PT.GUDANG GARAM_TBK.KEDIRI-INDONESIA લખેલ વિદેશી સીગારેટના પાકીટ નંગ-૧૪૦ કી.રૂ.૧૪,૦૦૦/-
(૪) ERINMORE FLAKE-CIGARS AROMATIC PIPE TOBACCO લખેલ બોક્ષ નંગ-૧ સીગારેટ નંગ-૫ કી.રૂ.૧૦૦/- કામગીરી કરનાર અધિકારી તથા કર્મયારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી એમ.એસ.અંસારી તેમજ એ.એસ.આઇ રસીકભાઇ કડીવાર તથા પોલીસ હેડ કોન્સ. જુવાનસિંહ રાણા તથા મુકેશભાઇ જોગરાજીયા તથા શેખાભાઇ મોરી તથા સતિષભાઇ ગરચર તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ રાઉમા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા અંકુરભાઇ ચાયુ તથા સામંતભાઇ છુછીયા તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સિરામિક એસોસિએશન, વેપારી, પાટીદાર સમાજ ના આગેવાન દ્રારા સમાજ જાગૃતિ દ્રારા ગરબા ક્લાસીસ બંધ કરાવવા માટે જંગી જાહેર સભા યોજાઈ*

editor

*HELLO MORBI:ટંકારા એમડી સોસાયટી ખાતે વિનામૂલ્યે સુવર્ણ પ્રશાસનના ટીપા નો કેમ્પ યોજાયો*

editor

*સેંદરડા-સેતરાના રોડ ઉપર આવેલ હઝરત શેલારશાહ પીર અને હઝરત મમદશાહ પીરના ઉર્ષનું શાનદાર આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment