• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:દાહોદ જિલ્લા ની હોટેલ બાલાજી ખાતે પત્રકાર એકતા પરિષદ નું જિલ્લા અધિવેશન યોજાયું*

દાહોદ જિલ્લા ની હોટેલ બાલાજી ખાતે પત્રકાર એકતા પરિષદ નું જિલ્લા અધિવેશન યોજાયું…

પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા સહિત 51 જેટલા પ્રદેશ,ઝોન,જિલ્લા ના પદાધિકારીઓ ની હાજરી..

દાહોદ નગર પાલિકાના વર્તમાન,પૂર્વ મેયરો,ઉપ્રમુખો ની હાજરીમાં સુરેશદાસજી મહારાજ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમ નો પ્રારંભ..

200 કરતા વધુ પત્રકારો ની જિલ્લા ભરમાંથી હાજરી વચ્ચે યોજાયું સફળ અધિવેશન..

દાહોદ જિલ્લા ના પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા 24 મી ને શનિવારે સાંજે 4/00 કલાકે દાહોદ હાઇવે ઉપર આવેલ હોટેલ બાલાજી ના હોલ માં પત્રકાર એકતા પરિષદ નું દાહોદ જિલ્લા નું મહા અધિવેશન પ્રદેશ પ્રમુખ ની હાજરી માં યોજાયું હતું.આ અધિવેશન માં ભાગ લેવા 12 જિલ્લા પ્રમુખો,12 પ્રદેશ હોદ્દેદારો,6 ઝોન ના પ્રભારી સહિત 50 કરતા વધુ મહેમાનો તેમજ દાહોદ નગર પાલિકા ના પ્રમુખ શ્રી,પૂર્વ પ્રમુખો, ઉપ્રમૂખો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ તથા વરિષ્ઠ પત્રકારો ની હાજરીમાં જિલ્લા અધિવેશન યોજાયું.

સૌ પ્રથમ સુરેશદાસજી મહારાજ તેમજ ઉપસ્થિત મહાનુભાવો ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમ નો પ્રારંભ કરવામાં આવ્યો,ખીચોખીચ ભરેલા હોલ માં વધારાની વ્યવસ્થા કરવા ફરજ પડી હતી,પ્રદેશ અધ્યક્ષ,ઉપાધ્યક્ષ,મહા મંત્રીઓ,મંત્રીઓ,ઝોન પ્રભારીઓ,જિલ્લા પ્રમુખો સહિત બહારથી આવેલ મહેમાનો નું સ્વાગત શબ્દો દ્વારા કરી,બુકે શાલ અને સ્મૃતિ ભેટ સાથે કરવામાં આવ્યું હતું,જેમાં ખાસ આમંત્રણ થી પધારેલા નગર પાલિકા પ્રમુખ શ્રી,પૂર્વ પ્રમુખ શ્રી, ઉપ્રમૂખશ્રી સહિત મંચસ્થ આગેવાનો નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ માં સ્વાગત સાથે સંગઠન ની રૂપરેખા અમદાવાદ પ્રમુખ શ્રી હસમુખ ભાઈ પટેલ દ્વારા રજૂ કરી,તેમજ ઉપ્રમૂખ શ્રી ગીરવાન સિહ સરવૈયા એ સંગઠન ની ગાઈડ લાઇન તેમજ વેબ માં ઓન લાઈન સભ્ય પદ મેળવવા સૌને હાકલ કરી હતી.તેમજ સંગઠન ની કાર્ય પદ્ધત્તિ રજૂ કરી હતી.આ એક માત્ર પત્રકારો નું સંગઠન છે,જેની 33 જિલ્લા માં કારોબારી,252 તાલુકામાં કારોબારી,મહિલા વિગ,અને લીગલ વિગ સાથે 12 ઝોન ના માળખા દ્વારા 10000 પત્રકારો નું સંગઠન નિર્માણ પામ્યું હોવાની,તેમજ કોઈ પ્રકારની ફી આ સંગઠન ઉઘરવતું નહિ હોવાની વાત કરી હતી..

પ્રદેશ અધ્યક્ષ દ્વારા ખૂબ જોશીલી ભાષામાં પત્રકાર એકતા પરિષદ ના સંગઠન ના કામ સાથે કરેલી લડતો,સરકાર સમક્ષ રજૂ કરેલા 14 પ્રશ્નો,તેના માટે સરકાર સાથે કરેલી વાટાઘાટો અંગે માર્ગ દર્શન આપતા જણાવ્યું હતું કે દેશમાં સૌથી ખરાબ પત્રકારોની સ્થિતિ ગુજરાતમાં છે,જો સરકાર સમક્ષ રજૂ થયેલી માગણીઓ સ્વીકૃત થાય તો પત્રકાર રાહતનો શ્વાસ લઈ શકે,જેમાં ખાસ વરિષ્ઠ પત્રકારો નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આદિવાસી પરંપરા મુજબ ફળિયું બાંધી શાલ ઓઢાડી, તીર કામ ઠા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દાહોદના પૂર્વ અને પ્રથમ પ્રમુખ હર્ષદ કલાલ નું સન્માન ખાસ કિસ્સામાં પ્રદેશ અઘ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારો ની જવાબદારી વધી છે,ખભો વધુ મજબૂત કરવા હાકલ કરી હતી, આપણા પત્રકારો કે જેઓ જાહેરાત કરે છે,750 ભરો ને પત્રકાર બનો,આવા વેપારી પત્રકારો એ પત્રકાર જગત ને કલંકિત કર્યું છે,આવા લોકોને સંગઠન માં નહિ જોડ્યા નું ગૌરવ લીધું હતું,આ સંગઠન પ્રમાણિક પત્રકારત્વ ની સમસ્યાઓ ના ઉકેલ માટે,સરકાર સમક્ષ માગણીઓ રજૂ કરી તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ છે,તેનો ચિતાર રજૂ કર્યો હતો.આ અધિવેશન માં ખાસ પંચ મહાલ, છોટા ઉદેપુર,લુણાવાડા,વડોદરા, આણંદ, અમદાવાદ,ભાવનગર,અમરેલી,જૂનાગઢ,રાજકોટ, પાટણ,સાબરકાંઠા,અરવલ્લી,મહેસાણા,ભરૂચ,સુરત , નવસારી ખેડા,સહિત ના પત્રકારો,હોદ્દેદારો,મહિલા વિગ,લીગલ વિગ ના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા,જેમાં તાલુકા પ્રમુખો ને નિયુક્તિ પત્રો,જિલ્લા પ્રમુખ ને નિયુક્તિ પત્ર, લીગલ વિગ અને મહિલા વિગ માં નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા..ઉપસ્થિત આમંત્રિત મહેમાનો એ પણ ચોથી જાગીર ગણાતા પત્રકારત્વ વિશે નું સત્ય જાણી જરૂર પડ્યે સહકાર આપવા ખાતરી આપી હતી,અને પત્રકારો નેતૃત્વ ને જાગતું રાખે છે,જન સમસ્યાઓ ને વાચા આપે છે,શાસકો ની આળસ ઉડાડે છે,પત્રકાર એકતા પરિષદ ના અધિવેશન માં પ્રદેશ અઘ્યક્ષ દ્વારા રજૂ થયેલી સ્પષ્ટતાઓ,હૃદયનો ભાવ રજૂ કરતી જોવા મળી હતી..

કાર્યક્રમ નું સુંદર સંચાલન,સ્વાગત,ને છેલ્લે આભારવિધિ બાદ ઉપસ્થિત મહેમાનો,પત્રકારો ને શાલ અને સ્મૃતિ ભેટ સ્વરૂપે લેપટોપ બેગ નું વિતરણ કરી “અન્ન ભેળાં એના મન ભેળાં” કહેવત ને સાર્થક કરતું સ્વરૂચી ભોજન લીધું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા,જિલ્લા પ્રમુખ યોગેશ ભાઈ ચૌહાણ તેમજ પ્રદેશ કારોબારી ના પ્રિતેશ ભાઈ પંચાલ,રાજેશ ભાઈ સિસોદિયા,રાકેશ ભાઈ,કલ્પેશ ભાઈ,ખાંજના બેન,સહિત ટીમ દાહોદ દ્વારા સફળ આયોજન બદલ પ્રદેશ અધ્યક્ષે સૌને અભિનંદન પાઠવી,આભાર વ્યક્ત કર્યો હતો, કોઈ કાર્યક્રમ ના વખાણ જ્યારે ઉપસ્થિત જન મેદની કે આગેવાનો વખાણે ત્યારે સફળતા ના શિખર ચડ્યા કહેવાય..
— લાભુભાઈ કાત્રોડીયા.

Related posts

*HELLO MORBI:અર્થ અવર ડે નિમિતે લોહાણા મહાપરિષદના માર્ગદર્શનથી ડીસા જલારામ મંદિરે યોજાયો ઉર્જા બચાવો કાર્યક્રમ*

editor

*HELLO MORBI:માળિયા ના લક્ષમીવાસ ગામે કેબિનેટ મંત્રી બાવળીયા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નો સન્માન સમારોહ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા તથા નાગરિક પુરવઠા બાબતે બેઠક યોજાઈ*

editor

Leave a Comment