• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભાજપ કાર્યકર ભગવાનભાઈ બંધુની શુભેચ્છા મુલાકાત લેતા બનાસકાંઠા જિલ્લા ભાજપના લાગણીશીલ પ્રમુખ કીર્તીસિંહજી વાઘેલા*

ભાજપ કાર્યકર ભગવાનભાઈ બંધુની શુભેચ્છા મુલાકાત લેતા બનાસકાંઠા જિલ્લા ભાજપના લાગણીશીલ પ્રમુખ કીર્તીસિંહજી વાઘેલા
બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રત્યેક કાર્યકર્તા પ્રત્યે અપાર સ્નેહ અને લાગણી ધરાવતા બનાસકાંઠા જિલ્લા ભાજપના ખૂબ જ ઉત્સાહી,નિરાભિમાની,જાગૃત અને કર્મઠ પ્રમુખ કીર્તીસિંહજી વાઘેલાએ બનાસકાંઠા જિલ્લા ભાજપના કારોબારી સભ્ય ભગવાનભાઈ બંધુને કમરના દુખાવાની તકલીફ હોઈ એમના નિવાસસ્થાને રૂબરૂ આવી શુભેચ્છા મુલાકાત લઈ જલદીથી સ્વસ્થ થવા આશ્ર્વાસન આપ્યું હતું.
આ મુલાકાત સમયે કાંકરેજ તાલુકા પંચાયતનાં પૂર્વ ડેલીગેટ તેમજ ભાજપનાં સક્રિય સદસ્ય શ્રીમતી ચારૂબેન ભગવાનભાઈ બંધુ,બનાસકાંઠા જિલ્લા મહિલા ભાજપનાં ઉપપ્રમુખ શ્રીમતી પૂજાબેન કલ્પેશભાઈ ઠકકર-લાલાભાઈ,ભાજપના નિષ્ઠાવાન કાર્યકર તેમજ જાણીતા પત્રકાર આનંદભાઈ પી.ઠકકર,શકિત કેન્દ્ર વોર્ડ નંબર 1 ના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર (લાલાભાઈ),ભગવાનભાઈ બંધુ તેમજ ભાજપના સંનિષ્ઠ કાર્યકર કલ્પેશભાઈ ઠકકર-લાલાભાઈ સહિત સૌએ કીર્તીસિંહજી વાઘેલાનું સાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.
જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તીસિંહજી વાઘેલાએ લોકસભા ચૂંટણીમાં વધારે સક્રિય રહી ભાજપના ઉમેદવારને વધારે લીડથી જીતાડવા ભલામણ કરી હતી.
શુભેચ્છા મુલાકાત બદલ ભગવાનભાઈ બંધુએ ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓને ગુજરાત દીપોત્સવી અંક અર્પણ કરાયો*

editor

*HELLO MORBI:સમૂહ ગાન સ્પર્ધામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષા એ પસંદગી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા ની શૈક્ષણિક મુલાકાત યોજાઇ*

editor

Leave a Comment