• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસા રઘુવંશી લોહાણા સમાજના કર્મઠ કાર્યકર કમલેશભાઈ ગણાત્રાનું થયેલ દુખદ નિધન*

ડીસા રઘુવંશી લોહાણા સમાજના કર્મઠ કાર્યકર કમલેશભાઈ ગણાત્રાનું થયેલ દુખદ નિધન
સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
—————————————
ડીસા રઘુવંશી લોહાણા સમાજ તેમજ પારકર સમાજના ખૂબ જ સમર્પિત,સેવાભાવી,જાગૃત,કર્મઠ,નિષ્ઠાવાન અગ્રણી કાર્યકર કમલેશભાઈ મોહનલાલ ગણાત્રા/ઠકકરનું 52 વર્ષની વયે હ્દયરોગના હુમલાથી દુખદ નિધન થતાં સમગ્ર લોહાણા સમાજ તેમજ ડીસા નગરમાં ઉંડા આઘાતની લાગણી પ્રસરી હતી.સદગતની સ્મશાનયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં પરિવારજનો,સ્નેહીજનો,પરિચિતો જોડાયા હતા.
શાંતિધામ સ્મશાનભૂમિ ખાતે સદગત કમલેશભાઈને શ્રધ્ધાંજલી અર્પણ કરવા પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું.શ્રીરામસ્તુતિ,ગાયત્રીમંત્ર તેમજ મૌન દ્રારા પ્રાર્થના કરવામાં આવી હતી.સમાજ અગ્રણીઓ સર્વ શાંતિભાઈ વકીલ,ભેમજીભાઈ ચૌધરી,જગદીશભાઈ મોદી,શંકરભાઈ કતીરા,ભગવાનભાઈ બંધુ,લીલાધરભાઈ આચાર્ય સહિત સૌએ શાબ્દિક શ્રધ્ધાંજલી અર્પણ કરી સદગત કમલેશભાઈ ગણાત્રાના સદગુણોનું સ્મરણ કર્યુ હતું.ગણાત્રા પરિવાર વતી મહેશભાઈ મોહનલાલ ગણાત્રા તેમજ જૈમીનકુમાર કમલેશભાઈ ગણાત્રાએ સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*HELLO MORBI:મોરબી સીટી બી ડિવિજન પોલીસ ના જુગાર પર દરોડામાં ચાર ઝડપાયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝟔𝟗 વર્ષના માજીના બ્રેઈન સ્ટ્રોક (પેરાલીસીસ ના હુમલા ) જેવા અતિ ગંભીર રોગ ની સફળતા પૂર્વક સારવાર કરતા આયુષ હૉસ્પિટલમાં ડૉ.સત્યજિતસિંહ જાડેજા*

editor

*HELLO MORBI NEWS: મોરબી:અધ્યયન મંડળ મોરબી દ્વારા કાર્યશાળા સેમિનાર નું આયોજન*

editor

Leave a Comment