• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર પોલીસે બે વ્યાજખોરને પાસા હેઠળ મોકલી આપ્યા*

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર બે શખ્સો વિરુદ્ધ લોકસભા ચૂંટણી અનુસંધાને પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટે બન્નેની દરખાસ્ત મંજુર કરતા વાંકાનેર તાલુકા પોલીસે બન્નેને ઝડપી લઈ અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા.
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે આરોપી ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા અને જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરવા અંગેનો કેસ નોંધાયા બાદ લોકસભા ચૂંટણી અનુસંધાને પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટેને મોકલતા બન્નેની દરખાસ્ત મંજુર કરવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસે બન્નેને ઝડપી લઈ એકને અમદાવાદ તેમજ બીજા આરોપીને સુરત જેલમાં મોકલી આપ્યા હતા.આ કામગીરી વાંકાનેર તાલુકા પીએસઆઇ એલ.એ.ભરગા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી નિમિત્તે મોરબીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા*

editor

*હડીયાણા પી એચ સી દ્વારા પ્રિકોસન ડોઝ ની શરૂઆત કરાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ:શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળીના ચેરમેન અશોક નરેન્દ્રભાઇ સોલંકીનો જન્મદિવસ*

editor

Leave a Comment