• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પાકિસ્તાન કેદ માછીમારોની મુક્તિ અને પરિજનોની મદદ માટેની બેઠક અને પત્રકાર પરિષદ :*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

રાષ્ટ્રીય સંગઠન એક વિચાર એક ભારત અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના તેમજ સમગ્ર ગુજરાત રાજ્યના પાકિસ્તાન કેદ માછીમારોની મુક્તિ અને તેમના પરિજનોની મદદ માટે એક અગત્યની પત્રકાર પરિષદ અને સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તથા તેઓને ન્યાય મળે તે માટે નીચેના મુદાઓ સબબ મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ ખુબ અગત્યની બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માછીમાર પરિવારના સદસ્યો અને સામાજિક કાર્યકરો તથા તમામ મદદ માટે તત્પર સંસ્થાઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓને અને લોકશાહીના ચોથા સ્થંભ સમાન મીડિયા કર્મીઓ, પત્રકારો માટે તથા તમામ હોદ્દેદારો, પદાધિકારીઓ અને સામાજિક કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા માટે જાણ કરવામાં આવે છે. મિટિંગના મુદાઓ નીચે સબબ છે. જેમાં આ મુજબની સરકારશ્રીમાં બંધારણીય રજૂઆત કરવાની હોય સમયસર તમામ માછીમાર પરિવારના સદસ્યો અને માછીમારોના હક્ક અને હિત સાથે સંકળાયેલા સર્વ સમાજના લોકોને વિનમ્ર નિમંત્રણ. પ્રતિ શ્રી,નરેન્દ્ર મોદી સાહેબ,પ્રધાનમંત્રી શ્રી ભારત સરકાર, ન્યુ દિલ્હી વિષય : પાકિસ્તાન કેદ માછીમારોની મુક્તિ માટે યોગ્ય કાર્યવાહી કરી તેમના પરિવારજનોને મદદ કરવા બાબત

ગુજરાત રાજ્યના અને ભારતના ગરીબ અને લાચાર માછીમારો તેમજ માછીમારી માટે દરિયામાં મજૂરી માટે જતા લોકોને પાકિસ્તાન નેવી દ્વારા સીમમાંથી પકડી અને વર્ષો સુધી કેદ રાખવામાં આવે છે તે બાબતે આ ગરીબ અને લાચાર લોકોની મદદ માટે સરકાર દ્વારા યોગ્ય પગલાઓ ભરવામાં આવે તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ સત્વરે કાર્યવાહી કરવામાં આવે તથા આ માટે સરકાર તેમના પરિવારોને મદદ પૂરી પાડવામાં આવે તેવું નમ્ર નિવેદન. આ મુજબના મુદાઓ સબબ યોગ્ય કાર્યવાહી કરવામાં રજૂઆત.(૧). પાકિસ્તાન કેદ માછીમારોની મુક્તિ માટે સરકાર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે. (૨). પાકિસ્તાન કેદ માછીમારોના પરિજનોની મદદ માટે તેમને મળતી સહાય અને ખાસ પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે. (૩). પાકિસ્તાન કેદ માછીમારોની આરોગ્ય અને મરણ જનાર પરિજનોની મદદ કરવામાં આવે તેમજ આ બાબતે ભારત સરકાર પાકિસ્તાન સરકારને યોગ્ય તકેદારીના પગલાઓ લેવા બાબતે કાર્યવાહી કરવા માંટે યોગ્ય પગલાઓ ભરે તેવુ નિવેદન.

(૪). પાકિસ્તાન કેદ માછીમારોના પરિજનોની આરોગ્ય તેમજ ગંભીર બિમારીઓ સબબ યોગ્ય પેકેજ જાહેર કરી સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવામાં આવે. (૫). પાકિસ્તાન કેદ માછીમારોના પરિજનોની બાળકોના અભ્યાસ મદદ માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે.

(૬). ગ્રામ્ય અને શહેરી ગરીબ વિસ્તારોમાં રહેતા માછીમારોના જરૂરિયાતમંદ પરિજનોને આવાસ યોજના અંતર્ગત આવાસ ફાળવવામાં આવે.

(૭). પાકિસ્તાન કેદ માછીમારોના પરિજનોને ગંભીર અકસ્માત , ઇજાઓ અને અક્સ્માત સબબ યોગ્ય સહાયો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે.

(૮). પાકિસ્તાન કેદ માછીમારોના પરિજનોને મળવાપાત્ર સહાય યોગ્ય સમયે પૂરી પાડવામાં આવે તેમજ તેમને ખાસ પેકેજ જાહેર કરવામાં આવે.

(૯). પાકિસ્તાન કેદ માછીમારોના આકસ્મિક કે કુદરતી મ્રુત્યુ સબબ ભારત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે કે મ્રુતકને વહેલી તકે પાકિસ્તાન થી સ્વદેશ પરત લાવવાની કાર્યવાહી કરવામાં આવે તેમજ જરૂર જણાયે આ બાબતે યુનો સુધી રજૂઆત કરવામાં સંગઠન કાયદાકીય કાર્યવાહી કરશે. મુખ્ય અતિથિ

શ્રી, રાજેશ સોલંકી, પ્રેરક, એક વિચાર એક ભારત. અતિથિ વિશેષ શ્રી અજયપાલસિંહ ગંભીરસિંહ ચૌહાણ અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ કિરણબેન એમ. સોસા

(પૂર્વ સામાજિક ન્યાય સમિતિ ચેરપર્સન, ગીર સોમનાથ જિલ્લા)

મહિલા સેલ – પ્રભારી, ગુજરાત પ્રદેશ

શ્રી અનિલભાઈ ભોજ (પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા) પ્રભારી, દક્ષિણ ગુજરાત પ્રદેશ ગીર સોમનાથ જિલ્લાના અને ગુજરાત રાજ્યના સંગઠનના હોદ્દેદારો અને સામાજિક કાર્યકરો: શ્રી રવિભાઈ વાઢેળ

જંત્રાખડી ગામ, તા. કોડીનાર

શ્રી સુરપાલસિંહ બારડ પ્રમુખ, કિસાન એકતા સમિતિ ગીર સોમનાથ શ્રી અજીતસિંહ ડોડિયા પ્રમુખ, કિશાન ફાઉન્ડેશન કોડીનાર, ગીર સોમનાથ

કાર્યક્રમ નું સંચાલન શ્રી ક્યુમભાઈ જૂનેજા

અધ્યક્ષ, આઈ. ટી. એન્ડ મીડિયા સેલ એન્ડ ગીર સોમનાથ જીલ્લા તારીખ 07/02/2022, સોમવાર સમય : સવારે 11:30 થી 1:30 સુધી સ્થળ :નાનાવાડા, કોડીનાર, જી. ગીર સોમનાથ

નિવેદક કુ. કિરણબેન એમ. સોસા

(પૂર્વ સામાજિક ન્યાય સમિતિ ચેરપર્સન, ગીર સોમનાથ જિલ્લા)

પ્રભારી, ગીર સોમનાથ જીલ્લા

એક વિચાર એક ભારત

આયોજકસમગ્ર માછીમાર પરિવારના પરિજનો ગીર સોમનાથ જિલ્લા, ગુજરાત રાજ્ય

 

Related posts

*મોરબી શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી નિમિત્તે મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ*

Hello Morbi

*મોરબીના લીલાપર ગામની સીમમાંથી દારૂનું ગોડાઉન ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ : રૂ.૪૦;૫૧;૮૦૦ લાખના દારૂ સાથે એક ની અટકાયત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *𝟖𝟒 વર્ષની ઉંમરે 𝐏𝐇𝐃ની પદવી પ્રાપ્ત કરી યુવાનોને આગવી પ્રેરણા પૂરી પાડતા રાધનપુરના ધીરૂભાઈ ઠક્કર (પંપવાળા)*

editor

Leave a Comment