• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જલારામ મંદીર ના અગ્રણીઓ દ્વારા ૧૫ બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતો ના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા માં આવ્યુ*

*મોરબી જલારામ મંદીર ના અગ્રણીઓ દ્વારા ૧૫ બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતો ના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા માં આવ્યુ*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવા મા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓ નુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન કરવા મા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનો ના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓ નુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવા મા આવે છે.
હીન્દુ ધર્મ ની પરંપરા મુજબ દીવંગતો ના આત્મા ની શાંતિ અર્થે શાસ્ત્રોક્ત વિધી મુજબ અસ્થિઓ નુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે મોરબી જલારામ મંદીર દ્વારા તા.૧૬-૫-૨૦૨૪ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા ૧૫ બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતો ના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવા મા આવ્યુ હતુ.
આ ભગીરથ કાર્ય મા સંસ્થા ના ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, ચિરાગભાઈ રાચ્છ, કૌશિકભાઈ હરકાંતભાઈ વ્યાસ, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ, નરેન્દ્રભાઈ રાચ્છ, પ્રતાપભાઈ ચગ, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, કૌશલભાઈ જાની, વિપુલભાઈ પંડિત સહીતના અગ્રણીઓ જોડાયા હતા.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*ગુજરાતમાં નગરસેવકો સરપંચ સભ્યો ના પગાર કેમ નહીં? ધારાસભ્ય સંસદ સભ્યો મંત્રીઓના પગાર તો નગરસેવકો સરપંચો સભ્યો ની કોઈ વેલ્યુ નહીં!?*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા ખાતે બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર ભવનનું ઉદઘાટન પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ની વિશેષ ઉપસ્થિતિ*

editor

*HELLO MORBI:મોરબી નગરપાલિકા ની તેજોરી સાફ કરી નાખી અને પાલિકા ના સદસ્યો ને રવાના કરવા માં આવીયા છતાં હજુ મોરબી પાલિકા ના ચીફ ઓફિસર સભ્ય ને બોલાવી રોડ રસ્તા ના કામ કરવા ની વાતો કરે છે તો સુ હજી પ્રજા ના પેસા નો ગેરઉપયોગ કરાવવા માંગો છો મહેશ રાજ્યગુરુ*

editor

Leave a Comment