મોરબી સહિત 8 સ્થળે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકની ઓનલાઇન વાર્ષીક સામાન્ય સભા મળી
મોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી કો.ઓપરેટિવ બેન્ક એવી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કની આજે વાર્ષિક સામાન્ય સભા મોરબી સહિત અન્ય 8 સેન્ટરમાં ઓનલાઇન મળી હતી. આ બેઠકમાં અલગ અલગ સ્થળેથી બેંકના હોદ્દેદારો,બેન્કના અધિકારીઓ તેમજ ખેડૂત સભાસદો જોડાયા હતા.
આજે મળેલી સામાન્ય સભામાં મોરબીથી સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેરેટિવ કોટન માર્કેટિંગ યુનિયનના ડિરેક્ટર મગન વડાવીયા સહિતના અનેક આગેવાનો અને બેંકના સભાસદો હાજર રહ્યા હતા. આજે મળેલી આ સભામાં મોરબી જિલ્લામાં 8 જેટલા ખેડૂત સભાસદના વારસદારને અકસ્માત વીમા અંગેના રૂ.10 લાખની રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમીયાન સાંસદ મોહન કુંડારીયા દ્વારા પ્રસંગને અનુરૂપ વકતવ્ય આપ્યું હતું.જ્યારે મગનભાઈ વડાવીયા દ્વારા સભાની કાર્યવાહી ને લગતી માહિતી આપી હતી.



