• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બનાસકાંઠા-થરાના સમર્પિત સમાજ સેવક તેમજ ભાજપ અગ્રણી અચરતભાઈ ઠકકરનું થયેલ દુખદ નિધન*

બનાસકાંઠા-થરાના સમર્પિત સમાજ સેવક તેમજ ભાજપ અગ્રણી અચરતભાઈ ઠકકરનું થયેલ દુખદ નિધન
અંતિમ દર્શન તેમજ સ્મશાનયાત્રામાં અસંખ્ય લોકોએ આપી હાજરી
——————————————
થરા-કાંકરેજ-બનાસકાંઠાના સમર્પિત આગેવાન-કાર્યકર,સામાજીક સેવક તેમજ ખૂબ જ સરળ-સાલસ વ્યક્તિત્વ ધરાવતા અચરતલાલ શીવરામભાઈ ઠકકરનું હૃદયરોગના હુમલાથી દુખદ નિધન થતાં સમગ્ર પંથકમાં ભારે આઘાતની લાગણી ફેલાઈ છે.સંત કક્ષાનું જીવન જીવતા જલારામ મંદિર થરાના સંપૂર્ણ સમર્પિત સેવક એવા સદગત અચરતભાઈ શીવરામભાઈ ઠકકરના અંતિમ દર્શન તેમજ સ્મશાનયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં થરા ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા.સંજોગોવશાત ઉપસ્થિત ના રહી શકનાર અસંખ્ય લોકોએ ફોન તેમજ મેસેજથી પરિવારને આશ્ર્વાસન આપ્યું હતું.
થરા મુકિતધામ ખાતે અચરતભાઈ ઠકકરને શ્રધ્ધાંજલી અર્પણ કરવા પ્રાર્થનાસભા-ગુણાનુવાદ સભાનું આયોજન કરાયું હતું.શ્રી જલારામ સત્સંગ મંડળ થરા,ડીસા,ધાનેરા,ભીલડી,પાટણ,દિયોદર,પાલનપુર વતી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. થરા જલારામ મંદિર તેમજ વિવિધ ગૌશાળાઓ વતી પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી.પૂજ્ય કિશોર બાપુ વરલી-કચ્છ,પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજ,પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા,જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તીસિંહ વાઘેલા,જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દવે,એ.પી.એમ.સી.ચેરમેન અણદાભાઈ પટેલ,અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ મુલાણી,એમ.ડી.રાયચંદભાઈ ઠકકર,ભાજપ અગ્રણીઓ હીરાલાલ જોષી,ડો.નરેશભાઈ અખાણી, ભારતસિંહ ભટેસરીયા,અખાભાઈ પટેલ,ઈશ્ર્વરભાઈ પટેલ ,સમાજ સેવકો સર્વ દીલીપભાઈ બી.ઠકકર-વકીલ,પ્રહલાદભાઈ ઉણવાળા,ડો.નટુભાઈ ઠકકર,બળદેવભાઈ રાયકા,સી.ટી.ઠકકર,આનંદભાઈ પી.ઠકકર,ગીરીશભાઈ પટેલ,ડી.આઈ.ઠકકર,વિનોદભાઈ ગોકલાણી,એ.આર.ઠકકર,હસુભાઈ ઉણવાળા,સરદારગર બાબજી સહિત સૌએ અચરતભાઈ ઠકકરના વિશિષ્ટ પરમાત્માપ્રેમી વ્યક્તિત્વનું દિવ્ય સ્મરણ કરી શ્રધ્ધાંજલી આપી હતી.અચરતભાઈ ઠકકરના સેવાભાવી સુપુત્રો હર્ષદભાઈ,નિરંજનભાઈ તેમજ ભાઈઓ કનુભાઈ ઠકકર,ભગવાનભાઈ બંધુએ સૌ પ્રત્યે ઋણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.થરા સહિત કાંકરેજ પંથકે એક ઉમદા વ્યક્તિત્વ ગુમાવ્યાની લાગણી અનુભવી છે.

Related posts

*મોરબીમાં પીએમ મોદીના જન્મદિને યોગ શિબિર અને હવન યોજાયા*

Hello Morbi

*HELLO MORBI: શિક્ષકદીવસ ની ઉજવણી કરાઇ સુલતાનપુર પ્રાથમિક શાળામા*

editor

*HELLO MORBI NEWS: ટંકારા : ટંકારા ગામના ત્રણ વિસ્તારમાં આવેલ રામજી મંદિરનો નૂતન ધ્વજ અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ઉજવાયો.*

editor

Leave a Comment