• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી જિલ્લા પંચાયત મોરબી ખાતે કરવામાં આવી હતી*

મોરબી:(*નૈમિષ સેજપાલ દ્વારા*)આજ રોજ તારીખ ૦૫/૦૮/૨૦૨૪ ના નારી વંદન સપ્તાહ ઉત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટ તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સભાખંડ, જિલ્લા પંચાયત, મોરબી ખાતે “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ સામાજિક ન્યાય સમિતિના માન. ચેરમેનશ્રી કમળાબેન અશોકભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ હતું.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જલ્પાબેન ત્રિવેદી દ્વારા શાબ્દીક સ્વાગત કરવામાં આવેલ. મદદનીશ તિજોરી અધિકારીશ્રી વાર્ગીશાબેન રામાણી દ્વારા ઉપસ્થિત મહિલાઓ અને બાલીકા સરપંચશ્રીને બાલીકા પંચાયત વિષે તેમજ તેની કામગીરી બાબતે વિસ્તૃતમાં માહિતી આપેલ. નાયબ ચીટનીશશ્રી રિધ્ધીબેન પંડયા દ્વારા પંચાયતી રાજ તથા સામાજિક અન્વેષણ વિષે વિસ્તૃત સમજ આપેલ તેમજ મહિલા તરીકે જે સ્થાને નેતૃત્વ કરતા હોય ત્યારે મહિલાએ પોતાને સ્વ નિર્ણય લેવા જોઈએ તેમ જણાવેલ, ત્યારબાદ ડો. હેમાલીબેન ત્રિવેદી દ્વારા વિશ્વ સ્તનપાન દિવસ નિમિતે માતાના દૂધમાં રહેલ શક્તિઓ તેમજ સ્તનપાનના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ આ કાર્યક્રમમાં સામાજિક, રાજકીય, પ્રાકૃતિક ખેતી, ડેરી પશુપાલન જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનપત્ર અને શાલ થી સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માન. નિયામકશ્રી, એન. એસ. ગઢવી સાહેબ દ્વારા ઉપસ્થિત મહિલાઓને હાલના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગવું સ્થાન ધરાવે છે તેવો સંદેશો આપ્યો, તેમજ “જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે” જેવી કહેવતોના ઉદાહરણ આપી, જણાવ્યું હતું કે જ્યાં સુધી મહિલાઓનો વિકાસ થશે નહી ત્યાં સુધી દેશનો વિકાસ અધૂરો રહેશે જેથી મહિલાઓને તમામ ક્ષેત્રના પોતાનું પુરતું યોગદાન આપવું જરૂરી છે તેમ જણાવેલ. અંતમાં ICDS પ્રોગ્રામ ઓફીસરશ્રી મયુરીબેન ઉપાધ્યાય દ્વારા આભારવિધિ કરવામાં આવેલ હતી.

Related posts

*ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠકકર,લોહાણા કોર્પોરેટરો તેમજ વિશ્ર્વ લોહાણા મહા પરિષદના પદાધિકારીઓનું ડીસા જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ સન્માન*…

Hello Morbi

*HELLO MORBI: સરકાર દ્વારા ફાળવેલ પ્લોટ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી બનાવ્યું ‘ઘરનું ઘર’*

editor

*જોડીયા ના પીઠડ ગામ તાલુકા શાળામાં સાતમ આઠમનુ મીની વેકેશન પડે તેના પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment