• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડિયા તાલુકાના જોડીયા ગામે આર્મી તથા વહીવટી તંત્ર દ્વારા દીલધડક રેસ્ક્યુ ઓપરેશન*

જોડિયા તાલુકાના જોડીયા ગામે આર્મી તથા વહીવટી તંત્ર દ્વારા દીલધડક રેસ્ક્યુ ઓપરેશન
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

જોડિયા તાલુકામાં પડેલ અતિ ભારે વરસાદ તથા ઉપરવાસ માં પડેલ વરસાદના કારણે ઉંડ-૨ ડેમમાંથી છોડેલ પાણીના કારણે હેઠવાસમાં આવેલ જોડીયા ગામે તતાપર સીમ વિસ્તારમાં પાણી ફરીવળતા ખેતમજુર કુટુંબ સાથે ફસાઈ ગયા ના મેસેજ મળતા SDRF તથા કાલાવડ ફાઈર ફાઈટર ટીમ દ્વારા રેસ્ક્યુ માટે અગાઉ પ્રયત્ન કરેલ. જે સફળ ન થતા તથા ઉંડ-૦૨ ડેમના પાણીના ધટાડેલ outflow ને કારણે નદીના જળસ્તરમાં થયેલ ધટાડો થતા આજ તા.૨૯/૦૮/૨૦૨૪ના રોજ તાલુકા કક્ષાએથી જિલ્લા કંટ્રોલ રૂમ ને મદદ માટે જાણ કરતા જિલ્લા કક્ષાએ થી માન.કલેક્ટરશ્રી જામનગર બી. કે. પંડયા સાહેબ દ્વારા તાત્કાલિક આર્મીની ટીમ મોકલતા, આજે સવારથી આર્મી ટીમ મારફતે પ્રાંત અધિકારીશ્રી ધ્રોલ વી.ડી. સાકરીયા સાહેબના માર્ગદર્શન તળે ચાલુ વરસાદમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરેલ જેમાં
0૧ પુરુષ
0૧ સ્ત્રી
0૬ બાળકો મળી
કુલ 0૮ નું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરાયેલ.

જેમાં મદદ અને માર્ગદર્શન પ્રાંત અધિકારીશ્રી વી.ડી.સાકરીયા તેમજ મામલતદારશ્રી – જોડિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી – જોડિયા, તથા પોલીસ ઇન્સપેક્ટરશ્રી – જોડિયા, ગ્રામ પંચાયત જોડીયા સહિતનાઓએ સફળતા પૂર્વક રેસ્ક્યુ ઓપરેશન કરી તેઓને મેડિકલ ચેકઅપ માટે રેફરલ હોસ્પિટલ – જોડીયા ખાતે એડમીટ કરતા તેઓ સ્વસ્થ હોવાનું જાહેર કરેલ છે આમ ઈન્ડીયન આર્મી દ્વારા સરાહનીય કામગીરી કરી લોકો ની મહામુલી જિંદગી બચાવવામાં સફળ રહેલ છે…………………………………..
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા.

Related posts

*આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ -મોરબી દ્વારા દશેરા ના પર્વ નિમિતે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

*કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ, કારીગરો અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશને આપવાની રહેશે*

Hello Morbi

*HELLO MORBI:સર્વમંગલમ વિધાલય ડીસા ખાતે 15 ઓગસ્ટે કરવામાં આવી શાનદાર ઉજવણી*

editor

Leave a Comment