• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:૧૮ સપ્ટેમ્બરે હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

*૧૮ સપ્ટેમ્બરે હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

*ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ*

*મોરબી, તા. ૧૩ સપ્ટેમ્બર*
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૮-૦૯-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ, ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું.
રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ઘરેથી નીકળી ગયેલ વૃદ્ધાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી 𝟏𝟖𝟏 અભયમ ટીમ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન શ્રીનરેશભાઈ પટેલ ના 𝟔𝟏 મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત અને ગુજરાત બહાર 𝟔𝟓 થી વધારે જગ્યા એ બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સમસ્ત કોળી સમાજ દ્વારા તારીખ ૬ જુલાઈ એ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે*

editor

Leave a Comment