• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જાંબુડિયા ખાતેની આરટીઓ કચેરીમાં બિન અધિકૃત વ્યકિતના પ્રવેશ તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ*

આરટીઓ કચેરીઓમાં બિન અધિકૃત ઇસમો કચેરીના કમ્પાઉન્ડમાં લેભાગુ પ્રવૃતિઓ કરી, મોટરીંગ પબ્લિકને ભોળવી છેતરપીંડી કરતા હોય છે. આવી પ્રવૃતિઓ રોકવા અને મોટરીંગ પબ્લિકનું કામ સરળ, નિયમોનુસાર અને ઝડપી થાય અને તેઓના નાણાંનો ખોટી રીતે વ્યય ન થાય તે માટે બિન-અધિકૃત વ્યકિતઓની આરટીઓ કચેરીમાં પ્રવેશબંધી અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર વાંકાનેર મોરબી નેશનલ હાઇવે જાંબુડીયા ખાતે આવેલ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, મોરબીની કચેરી સહિત સમગ્ર કમ્પાઉન્ડ વિસ્તારમાં, આ કચેરીમાં કામ કરતા સરકારી અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ, પોતાના સરકારી કામ માટે આવેલ હોય અથવા વાજબી કામ સબબ આવેલા હોય તેવા અરજદારો/નાગરિકો સિવાયના અનઅધિકૃત વ્યકિત અથવા વ્યક્તિઓની ટોળીને સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી સહિત સમગ્ર કમ્પાઉન્ડ વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા, ઉભા રહેવા તથા ઉપર દર્શાવેલ મુજબની ગેરકાયદેસરની પ્રવૃતિઓ અટકાવવા તથા આવી પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામુ વાંકાનેર મોરબી નેશનલ હાઇવે જાંબુડીયા ખાતે આવેલ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, મોરબીની કચેરી સહિત સમગ્ર કમ્પાઉન્ડ વિસ્તારમાં ૧૭/૧૧/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

Related posts

*HELLO MORBI NEWS: શ્રી જલારામ ધામ-મોરબી નો અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે*

editor

*સિહોરના પત્રકાર હરીશભાઈ પવાર ના દાદા નો આજે જન્મદિવસ*

Hello Morbi

*HELLO MORBI NEWS:સેવા સેતુ – દસમો તબક્કો* *ગામે ગામ સરકારી યોજનાઓ અને સેવાઓનો સેવાયજ્ઞ; મોરબી જિલ્લાના પ તાલુકામાં કુલ ૨૨ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment