• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીમાં સરવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું*

મોરબી જિલ્લામાં માળીયા તાલુકાના સરવડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.

સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન અને તેમની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ માટે મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તેવા હેતુથી પટેલ સમાજ વાડી – સરવડ ખાતે યોજાયેલ નારી સંમેલન કાર્યક્રમમાં મહિલાઓને નારી અદાલત, મહિલા આરોગ્ય અને પોષણ, મહિલાઓ માટેના કાનૂની કાયદાઓ તેમજ મહિલાઓ માટેની યોજનાઓ બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નારી શક્તિ જિંદાબાદના નારા સાથે પ્રાસંગિક ઉદબોધન આપતા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, નારીથી ઘર સુંદર અને રળિયામણું બને છે. દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાવો થકી દીકરીઓને ભણાવવાનું બીડું ઝડપ્યું હતું. સમાજના નવ નિર્માણમાં નારી શક્તિની આગવી ભૂમિકા રહેલી છે. નારી સશક્તિકરણ માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે, જેન્ડર બજેટ અને મહિલાઓ માટે બજેટમાં પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત વ્હાલી દીકરી યોજના, પૂર્ણા યોજના, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, સખી મંડળો, વિધવા સહાય સહિતની યોજનાઓ થકી સશક્ત નારીથી સશક્ત ગુજરાત અને સશક્ત ગુજરાતથી સશક્ત ભારતના નિર્માણ માટે સરકાર કટિબદ્ધ છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

મોરબી – માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ મહિલાઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, મહિલાઓ પગભર બની આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. મોરબીની મયુર ડેરીને તેમણે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું અને સ્ત્રીઓને સશક્ત બની આગળ આવવા આહ્વાહન કર્યું હતું. સરકારશ્રીની વિવિધ યોજનાઓની છણાવટ કરી તેમણે મહિલાઓને આ યોજનાઓનો લાભ લેવા અને અન્યને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.
નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેશચંદ્ર ભટ્ટએ મહિલાઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં મહિલાઓને અદકેરું સ્થાન આપવામાં આવ્યું છે. આપણી મહાન સંસ્કૃતિમાં નારીનું પૂજન કરવામાં આવે છે એવી ગૌરવશાળી સભ્યતા સાથે આપણે સંકળાયેલા છીએ. આજના સમયમાં કોઇ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં મહિલાઓએ પ્રભુત્વ ન મેળવ્યું હોય ત્યારે આજનો સમય મહિલાઓને અબળા નહીં પણ સબળા ગણવનો છે.

આ પ્રસંગે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સુશીલાબેન બાવરવા, માળીયા તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીશ્રીઓ, સ્થાનિક પદાધિકારીશ્રીઓઅને મહિલાઓ તેમજ કિશોરીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*આમરણ (ડાયમંડ નગર) ગામે શોભાયાત્રા અને મટકી ફોડ કાર્યક્રમ યોજાશે લોકોને પધારવા આમંત્રણ*

Hello Morbi

*મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મજયંતિ*

Hello Morbi

*HELLO MORBI NEWS:હળવદ પોસ્ટેના ગૌવંશ કતલના ગુનાઓમાં સંડોવાયેલ પાંચ આરોપીઓને પાસા હેઠળ અલગ-અલગ જેલમાં મોકલી આપતી મોરબી જિલ્લા પોલીસ*

editor

Leave a Comment