• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીમાં રોડ સેફ્ટી કમિશ્નરશ્રી એસ.એ.પટેલની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ*

મોરબી, ૨૯ માર્ચ

મોરબીમાં ગત તારીખ ૨૮/૦૩/૨૦૨૫ ના રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રોડ સેફ્ટી કમિશ્નરશ્રી એસ.એ.પટેલની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતોથી થતા મૃત્યુની સમીક્ષા કરી જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ ના અંતે નિર્ણીત થયેલ બ્લેક સ્પોટ પર રોડ એન્જિનિયરિંગને લગતા જરૂરી સુધારા કરવા સૂચનો કરવામાં આવ્યા. ઉપરાંત સગીર વયના વિદ્યાર્થીઓને વાહન ચલાવતા અટકાવવા યોગ્ય કાર્યવાહી કરી નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા કેળવાય તે માટે જરૂરી પગલાં લેવા ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪ માં માર્ગ અકસ્માતોમાં ૧૮% ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૨માં ૨૩૫ માર્ગ અકસ્માતોની સામે વર્ષ ૨૦૨૪ માં ૧૯૧ માર્ગ અકસ્માતો નોંધાયા છે, જેથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી તથા આર.ટી.ઓ., શિક્ષણ, આરોગ્ય, આર.&બી. અને નેશનલ હાઈવેના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:ડીસાનાં ચક્ષુદાતા સદગત શારદાબેન મફતલાલ મોદીનું કરવામાં આવેલ મરણોતર સન્માન*

Hello Morbi

*મોરબી નજીક ગેસ ટેન્કરમાંથી ગેસ ચોરીનું કૌભાંડનો પર્દાફાશ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આવતીકાલે ગુરુવારના રોજ અજયભાઈ લોરીયા દ્વારા પંદર હજાર તીરંગાનું વિનામૂલ્યે વિતરણ કરાશે*

editor

Leave a Comment