• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના જન્મદીવસની ઉજવણી કરાઇ*

*મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના ૧૫માં જન્મદીન ની ઉજવણી કરતા ઘુંટું ગામ ના આગેવાન શ્રી વિનોદભાઈ કૈલા*

*ચિ.યશ ના ૧૫માં જન્મદીન ની સાર્થક ઉજવણી કરતો ઘુંટું નો કૈલા પરિવાર.*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના ઘુંટું ગામ ના અગ્રણી શ્રી વિનોદભાઈ કૈલા દ્વારા તેમના પુત્ર ચિ.યશ ના ૧૫માં જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી.આ તકે યશ કૈલા, જાદવજીભાઈ કૈલા(દાદા), અનસોયાબેન કૈલા (દાદી), વિનોદભાઈ કૈલા, કિરણબેન કૈલા, ગૌતમભાઈ કૈલા (સરપંચ-ઘુંટું), શિલ્પાબેન કૈલા, રીનાબેન તથા વનિતાબેન સહીત ના કૈલા પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના ઘુંટું ગામ ના અગ્રણી શ્રી વિનોદભાઈ કૈલાએ પુત્ર ના જન્મદીન નિમિતે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી

Related posts

*HELLO MORBI: ૨૦ ડિસેમ્બરે મોરબી ખાતે ઊર્જા સપ્તાહ અંતર્ગત ઉર્જા સપ્તાહ વીજ સલામતી અને વીજ બચત રેલી નું આયોજન*

editor

*HELLO MORBI:મોરબીમાં વરસાદમાં ધોવાયેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ ચાલુ*

editor

*HELLO MORBI NEWS:ડીસામાં જન્મદિવસ નિમિત્તે પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

editor

Leave a Comment