• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ડીસા ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજનમાં વરલી-કચ્છના મહંત કિશોરદાસજી બાપુએ આપ્યા આશીર્વાદ*

ડીસા ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજનમાં વરલી-કચ્છના મહંત કિશોરદાસજી બાપુએ આપ્યા આશીર્વાદ
ડીસા ખાતે જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા 353 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન રાજેશભાઈ જીવરામભાઈ તન્ના પરિવારના (જલારામ વોટર સપ્લાયર્સવાળા) નિવાસસ્થાને હતાં.આ અવસરે ખૂબ જ મોટી સંખ્યામાં સનાતન હિંદુ સમાજના સૌ જલારામ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય જલારામ બાપાના ભજનમાં વરલી આશ્રમ-કચ્છના પૂજ્ય કિશોરદાસજી બાપુ પધારતાં તન્ના પરિવાર તેમજ સૌ જલારામ ભક્તો દ્રારા પૂજ્ય બાપુનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.પૂજ્ય કિશોરદાસજી બાપુએ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની ધાર્મિક, હિંદુ સંગઠન તેમજ ગૌસેવાની પ્રવૃત્તિથી અત્યંત રાજીપો વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે 39000 ઓગણચાલીસ હજાર રૂપિયાની ગૌસેવા એકત્ર થઇ હતી.354 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજન માટે નવીનભાઈ આત્મારામભાઈ ઠક્કર/રતાણીએ સૌને પોતાના નિવાસસ્થાને પધારવા આમંત્રણ આપ્યું હતું.
તન્ના પરિવારના રાજેશભાઈ તન્ના, હરેશભાઈ ઠક્કર -પત્રકાર સહિત સમગ્ર પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.બહોળી સંખ્યામાં જલારામ ભક્તો ઉપસ્થિત રહેતાં ભજનની રમઝટ જામી હતી.પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ‌ દિવંગત હિંદુઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ ધાર્મિક અવસરે બહોળી સંખ્યામાં પત્રકારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ જીવંત પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે કર્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના વાંકાનેર ખાતે ત્રિદિવસીય ‘કામા અશ્વ શો’નો શુભારંભ કરાવતા પશુપાલન મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી; શિક્ષણ રાજ્યમંત્રીશ્રી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ*

editor

*મોરબી જિલ્લા માટે સાંસદ મોહનભાઈ કુંડારિયાની ગ્રાન્ટમાંથી ત્રણ એમ્બ્યુલન્સ ફાળવાશે*

Hello Morbi

*મોરબી:વાંકાનેર બાઉન્ડ્રી પાસે બોલેરોમાં ચોરખાનું બનાવીને દારૂની હેરફેર કરતા બેની ધરપકડ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

Leave a Comment