• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: 𝐑𝐓𝐎 મોરબી દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વિવિધ તાલુકાઓ ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

*RTO મોરબી દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વિવિધ તાલુકાઓ ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

મોરબી , તા. ૨૪ સપ્ટેમ્બર, 2026: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મોરબી (RTO), દ્વારા નવયુગ કોલેજ મોરબી , નાલંદા વિદ્યાલય ટંકારા , શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વાંકાનેર, શ્રી ડી વી રાવલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હળવદ અને આઈ ટી આઈ કોલેજ માળિયા માં માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. *મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ* ના અધિકારીઓએ પણ કાર્યક્રમમા હાજરી આપી હતી.

કાર્યક્રમ અંતર્ગત આરટીઓ શ્રી ટી બી મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમો, ટ્રાફિક નિયમોનું પાલન તથા સુરક્ષિત વાહનવ્યવહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. *શ્રી એન ટી મેવાડા * દ્વારા માર્ગ સલામતી વિષયક પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ઉપરાંત એઆરટીઓ *શ્રી આર પી પ્રજાપતિ* દ્વારા PowerPoint Presentationના માધ્યમથી માર્ગ સલામતી, હેલ્મેટ તથા સીટબેલ્ટના ઉપયોગ અને અકસ્માત નિવારણ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સમયસર સહાય મળી રહે તે હેતુસર અમલમાં મૂકવામાં આવેલી *PM RAHAT યોજના* તેમજ અકસ્માત સમયે મદદરૂપ થવા માટેની *Rahveer યોજના* અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવા તેમજ ટ્રાફિક નિયમોના પાલન પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા તથા સમાજમાં પણ માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડીયા:હેટ્રિક:જોડીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મંત્રીની બિનહરીફ વરણી*

editor

*HELLO MORBI: રાજકોટ: લોહાણા: દુઃખદ અવસાન બેસણું તથા પિયર પક્ષની સાદડી*

editor

*મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપ ની પુણ્ય તિથિ નિમિત્તે મહારાણા પ્રતાપ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરાઇ*

Hello Morbi

Leave a Comment