• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી-માળિયા હાઇવે પર ચેકિંગ દરમિયાન આરટીઓ ની ટીમ પર ટ્રક ચાલકનો હુમલો: ટ્રક મુકી ટ્રક ચાલક ફરાર*

મોરબી તા ૨૪ આરટીઓ વિભાગમાં મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા અપુર્વભાઈ સુરેશભાઈ પ્રજાપતિ ગત તારીખ ૨૩/૦૯/૨૦૨૬ ના રોજ પોતાની સરકારી ગાડીમાં જી.એસ.એફ. ગાર્ડ કનુભાઈ ગંગદાસભાઈ ગઢવી અને રૈયાભાઈ હિન્દુભાઈ સુસરા સાથે પેટ્રોલીંગમાં હતા.
રાત્રિના સવા નવેક વાગ્યાના અરસામાં મોરબી– માળિયા નેશનલ હાઇવે પર ટીંબડી પાટિયા નજીક તેઓએ એક ટ્રક કન્ટેનરને ચેકિંગ માટે ઉભો રાખવા ઈશારો કર્યો હતો. પરંતુ ટ્રક ચાલકે વાહન ઉભું રાખ્યું ન હતું.
આરટીઓ ની ટીમે સરકારી વાહનથી પીછો કરીને ભરતનગર પટેલ સમાજ વાડી પાસે ટ્રકને ઓવરટેક ક૨ી સાઇડમાં ઉભો રખાવ્યો હતો. અપુર્વભાઈએ નીચે ઉતરીને ટ્રક ચાલકને પૂછપરછ માટે નીચે ઉતરવાનું કહેતા ચાલક લોખંડનો પાઈપ લઈને નીચે ઉતર્યો હતો અને ઉશ્કેરાઈ જઈને અપુર્વભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. આ દરમિયાન બચાવ માટે આવેલા ગાર્ડ રૈયાભાઈને ટ્રક ચાલકે ડાબા લમણાના ભાગે લોખંડનો પાઈપ ફટકારી દીધો હતો, જેનાથી રૈયાભાઈને લોહી નીકળવા લાગ્યું હતું.
હુમલો કર્યા બાદ અંધારાનો લાભ લઈને ટ્રક ચાલક પોતાનો ટ્રક (રજીસ્ટ્રેશન નંબર GJ-39-T-6618) ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત ગાર્ડ રૈયાભાઈને તાત્કાલિક મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને માથામાં ટાંકા આવ્યા છે. આ બનાવ મામલે RTO નિરીક્ષક અપુર્વભાઈ પ્રજાપતિએ ફરજમાં રૂકાવટ અને હુમલા અંગે નાસી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં BNS ની કલમ 121(1) તથા મોટર વાહન અધિનિયમની કલમ 135 અને હથિયારબંધીના જાહે૨નામા ભંગ મુજબ ગુનો નોંધાવ્યો છે. આ મામલે આગળની તપાસ PSI કેતનકુમાર હિંમતલાલ અંબારીયા ચલાવી રહ્યા છે.

Related posts

*હટીયાણા ગ્રામ પંચાયતની આખી બોડી નું વિસર્જન*

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારાના લજાઈ ગામથી ભરડીયા રોડ, કોમ્પ્લેક્ષની છત પરથી ઇંગ્લીશ દારૂના જથ્થો કબ્જે કરતી ટંકારા પોલીસ*

editor

*HELLO MORBI:ધ્રોલ ત્રિકોણ બાગ પાસે આવેલ ટીસી પાસે આવેલ ગંદકી ના ગંજ નગરપાલિકા ક્યારે દૂર કરશે??*

Hello Morbi

Leave a Comment