• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ડીસામાં પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ રૂપિયા 𝟐𝟓 લાખનો ચેક ટેટોડા ગૌશાળાને અર્પણ કરાયો*

ડીસામાં પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ રૂપિયા 25 લાખનો ચેક ટેટોડા ગૌશાળાને અર્પણ કરાયો
સમગ્ર ડીસા નગરના સનાતન હિંદુ સમાજમાં છેલ્લા આઠ વર્ષથી ઘેર ઘેર જઈને જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા નિયમિત દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન કરવામાં આવે છે. ભજનમાં થતી તમામ આવક ગૌસેવા હેતુ જ વાપરવામાં આવે છે.
427 મા ગુરુવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શ્રીમતી વીણાબેન રમેશભાઈ આયા પરિવારના નિવાસસ્થાને હતાં.આ ભજનમાં રૂપિયા 25 લાખનો ચેક ટેટોડા ગૌશાળા ખાતે બિમાર ગૌમાતાઓ માટે શ્રી જલિયાણ ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ શ્રી આર.કે.અગ્રવાલ પરિવાર દ્રારા પૂજ્ય રામરતનજી મહારાજને અર્પણ કરવામાં આવ્યો હતો.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે રૂપિયા 48000 અડતાલીસ હજારની ગૌસેવા એકત્ર થઈ હતી.યજમાન રમેશભાઈ આયા પરિવારનું પૂજ્ય જલારામ બાપાના સ્મૃતિચિન્હથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.આગામી ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શ્રીમતી કિંન્જલબેન હાર્દિકકુમાર શંભુલાલ જીવરાણી કસલપુરાવાળા પરિવારના નિવાસસ્થાને હોઈ સૌને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પૂ.જલારામ બાપા ની ૨૨૬મી જન્મજયંતિ નિમિતે મોરબી ના જલારામ ધામ ખાતે સાંજે ૪ કલાકે સમસ્ત લોહાણા સમાજ-મોરબી નો વડીલ વંદના કાર્યક્રમ*

editor

*HELLO MORBI:પોઝિટિવ મોરબીના ફાઉન્ડર વિષ્ણુકુમાર વિડજાનો આજે જન્મદિવસ*

editor

સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેક્ટરશ્રી

Hello Morbi

Leave a Comment