• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:પર્યાવરણ બચાવોના નેજા હેઠળ કાર્ય કરતા મોરબી જિલ્લાની શ્રી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ એનાયત*

‘પર્યાવરણ બચાવો’ ના નેજા હેઠળ કાર્ય કરતા મોરબી જિલ્લાની શ્રી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીને “પર્યાવરણ સંરક્ષક એવોર્ડ” એનાયત.

આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ સામે ટકી રહેવા માટે પ્રદુષણ મુક્તિ, વૃક્ષ બચાવો, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન વગેરે જેવા વિવિધ પ્રકલ્પોને વેગ આપવા અને સમાજમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુઓને અગ્રતા આપી પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટેના પરિણામ લક્ષી કાર્ય માટે માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અને અનંતા એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા.૨૭/૦૪/૨૦૨૫ રવિવારના રોજ ટાઉનહોલ ગાંધીનગર ખાતે ગુજરાતના 2525 શિક્ષકોને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં મોરબીના ખાખરાળાના વતની અને હાલ નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કાંજીયા અશોકકુમાર મહાદેવભાઈ અને ચાપાણી સાધનાબેન ચંદુલાલ શિક્ષક દંપતીનું GCERT ના સચિવશ્રી એસ.જે. ડુમરાળીયા સાહેબના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં. આ અભિયાનમાં અશોકકુમાર કાંજીયા મોરબી જિલ્લા કક્ષાના પર્યાવરણ સંયોજક તરીકે સેવા આપી રહ્યા છે. આ અગાઉ વેસ્ટ પ્લાસ્ટિક બોટલ અભિયાન અંતર્ગત તેઓ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવી ચૂક્યા છે, તેમજ ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પણ મેળવી ચૂક્યા છે.

 

Related posts

*HELLO MORBI NEWS:જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ૨ મહિનાની બાળકી ખુશીના ત્રાંસા પગનું વિનામૂલ્યે કરાયું સફળ ઓપરેશન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી લોહાણા સમાજ ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી*

editor

રાજ્યના ખેડૂતો માટે ચિંતાના સમાચાર, કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી?

Hello Morbi

Leave a Comment