• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:આબુરોડ જલારામ મંદિરનો ચતુર્થ પાટોત્સવ રંગેચંગે ઉજવાયો*

આબુરોડ જલારામ મંદિરનો ચતુર્થ પાટોત્સવ રંગેચંગે યોજાયો
રાજસ્થાનમાં આબુરોડ ખાતે નિર્માણ પામેલ ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય જલારામ મંદિરનો ચતુર્થ પાટોત્સવ તારીખ 10-12-2022 શનિવારે રંગેચંગે યોજાયો હતો.આ અવસરે પૂજ્ય જલારામ બાપાની નવીન ધ્વજારૉહણ વિધિ ભૂજના યજમાન પરિવાર મનીષાબેન કરસનભાઈ પટેલ દ્રારા જ્યારે શીવ મંદિરની નવીન ધ્વજારૉહણ વિધિ આબુરોડના પ્રભુલાલ ખેતસીભાઈ અનડા પરિવાર દ્રારા કરવામાં આવી હતી.રાધાકૃષ્ણજી તેમજ રામ પરિવાર મંદિરની ધ્વજારૉહણ વિધિ યજમાન પરિવારો દ્રારા કરવામાં આવી હતી.ભોજન પ્રસાદના મુખ્ય સહયોગી દાતા ડીસાના તારાચંદભાઈ દીપચંદભાઈ મજેઠીયા સહપરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ દિવ્ય અવસરે બેન્ડવાજા સાથે વાજતેગાજતે શોભાયાત્રા નીકળી હતી.પૂજનવિધિ તેમજ જગદીશભાઈ દ્રારા સુંદરકાંડનું આયોજન કરાયું હતું.
ચતુર્થ પાટોત્સવ નિમિતે સર્વ પી.એસ.હાલાણી,ભગવાનભાઈ બંધુ,બળદેવભાઈ ગટા,સુરેશભાઈ કારિયા,મહેશભાઈ ઉડેચા,પી.એલ.ગટા,કલ્પેશભાઈ ઠકકર,કમળાબેન ઠકકર,ગુજરાતી સમાજ આબુરોડના સચિવ સંજયભાઈ દેસાઈ સહિત અનેક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ખૂબ મોટી સંખ્યામાં જલારામ ભકતોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

*માળીયા તાલુકાના મોટી બરાર ગામ નિમિતે હૂંબલ પરિવાર આયોજિત શ્રીમદ્દ ભાગવત કથામાં ઉપસ્થિત રહી રવકથા શ્રવણ નો લાભ લીધો હતો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નેશનલ હાઈવે પરના વેપારી અને ખારી વિસ્તારના રહેવાસી ગટરના પાણીથી ત્રાહીમામ:લોક જન શક્તિ પાર્ટી દ્વારા તંત્ર ને રજૂઆત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરના જોધપર ગામના પાટીયા પાસે ને.હા રોડ ઉપરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

editor

Leave a Comment