• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:પાસા વોરંટના સામાવાળાને મધ્યસ્થ જેલ,વડોદરા ખાતે મોકલી આપતી વાંકાનેર તાલુકા પોલીસ*

પાસા વોરંટના સામાવાળાને મધ્યસ્થ જેલ,વડોદરા ખાતે મોકલી આપતી વાંકાનેર તાલુકા પોલીસ
તા.૦૩/૦૫/૨૦૨૫
પોલીસ મહાનીરીક્ષકશ્રી રાજકોટ વિભાગ, રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી રાહુલ ત્રીપાઠી સાહેબનાઓ તરફથી મોરબી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને શ્રી I/C વી.બી.દલવાડી સાહેબ,નાયબ પોલીસ અધિક્ષકશ્રી,વાંકાનેર વિભાગ,વાંકાનેર નાઓના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પો.સ્ટે.વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા અને અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમ ઇમરાનભાઇ ઉર્ફે ભુરો S/O ઇબ્રાહીમભાઇ પઠાણ ઉવ.૪૧, રહે. ચંદ્રપુર, ગેલેક્સી સોસાયટી તા.વાંકાનેર જી.મોરબી વાળા વીરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મહે.જીલ્લા મેજી.શ્રી મોરબી નાઓ તરફ મોકલી આપતા પાસા દરખાસ્ત મંજુર થઇ આવેલ હોય અને અમો તથા સર્વેલન્સ સ્ટાફ સાથે વાંકાનેર બાઉન્ટ્રી વિસ્તારમા પેટ્રોલીંગમા હોય દરમ્યાન સાથેના પો.કોન્સ દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા નાઓને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે આ કામના સામાવાળા વાંકાનેર બાઉન્ટ્રીએથી નીકળનાર છે.જેથી સામાવાળાની વોચમા રહેતા સામાવાળા વાંકાનેર બાઉન્ટ્રી ચેક પોસ્ટ પાસેથી પસાર થતા આ કામના સામાવાળાને ગઈ કાલ તા.૦૨/૦૫/૨૦૨૫ ના રોજ અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ,વડોદરા ખાતે મોકલી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
અમો પો.ઇન્સ. ડી.વી.ખરાડી તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઈ.ચમનભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ.કિર્તિસિંહ જાડેજા તથા પો.કોન્સ. અજયસિંહ ઝાલા તથા અશ્વિનકુમાર રંગાણી, સામતભાઈ છુછીયા,દિવ્યરાજસિંહ ઝાલા,બ્રીજેશભાઈ બોરીચા,રાજેશભાઈ પલાણી,શકતિસિંહ પરમાર રોકાયેલ હતા.

Related posts

*HELLO MORBI:લોકસભા સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે આજથી નામાંકન પત્રો ભરવાનું શરૂ*

editor

*મોરબીને વધુ એક એમ્બ્યુલન્સ ભેટ મળી*

Hello Morbi

*ઉના તાલુકાના ભીંગરણ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનુ ભવ્ય સ્વાગત કરાયું.*

Hello Morbi

Leave a Comment