• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:વાંકાનેરના રંગપર ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમા સુર્યક્રુપા કરીયાણા સ્ટોરની પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના તથા કુલ રોકડ રૂપીયા ૧૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ

તા.૦૩/૦૫/૨૦૨૫
પોલીસ મહાનીરીક્ષકશ્રી રાજકોટ વિભાગ, રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ પ્રોહી. જુગારના કેસો શોધી કાઢવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી,વાંકાનેર વિભાગ, વાંકાનેર શ્રી I/C વી.બી.દલવાડી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન પો.કોન્સ. અજયસિંહ ઝાલા નાઓને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમા સ્લીપ કારખાનાની બાજુમા સુર્યક્રુપા કરીયાણા સ્ટોરની પાસે જાહેરમાથી ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી મજકુર ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને જુગારધારા મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ
(૧) પ્રદીપભાઈ અનકભાઈ બછીયા ઉ.વ. ૩૦, રહે.રંગપર, તા.વાંકાનેર જી.મોરબી
(૨) રવુભાઈ ઉર્ફે મુન્નાભાઈ જીલુભાઈ કાળીયા ઉ.વ.૩૬,રહે.ભલગામ તા.વાંકાનેર જી.મોરબી
(૩) સેમરાજ રાજુભાઈ ખાચર ઉ.વ.૨૦ રહે.રંગપર તા.વાંકાનેર જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) રોકડા રૂપીયા-૧૦,૪૦૦/-
(૨) ગંજીપત્તાના પાના નંગ-૫૨
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
અમો પો.ઇન્સ. ડી.વી.ખરાડી તથા સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ.કિર્તિસિંહ જાડેજા તથા પો.કોન્સ. અજયસિંહ ઝાલા તથા સામતભાઈ છુછીયા,દિવ્યરાજસિંહ ઝાલા, બ્રીજેશભાઈ બોરીચા, રાજેશભાઈ પલાણી,વિગેરે રોકાયેલ હતા.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી સરતાનપર રોડ ઉપરથી એક ઇસમને ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૦ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI NEWS: શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા, મોરબી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ*

editor

Leave a Comment