• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારા: યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારી હોસ્પિટલ ખાતે બ્લડડોનેટ કેમ્પનું આયોજન*

ટંકારા તા ૯ (*નૈમિષ સેજપાલ દ્વારા*)જાહેર અપીલ
બ્લડ ડોનેશન કરવા બાબત
આથી ટંકારા તાલુકામાં અને ટંકારા શહેરના આજુબાજુ વસતા તમામ લોકોને જણાવવાનું કે ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધીકૃત કાશ્મીર (POK) જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાની યોજના ઘડવામાં આવેલ. તે જગ્યા પર ઓપરેશન સિંદુર હાથ ધરી સ્ટ્રાઈક કરવામાં આવેલ છે.
જેને ધ્યાનમાં રાખીને આપણો જીલ્લો બોર્ડરને અડીને આવેલો હોવાથી તકેદારીના ભાગરૂપે હોસ્પિટલ ખાતે ઈમરજન્સી કટોકટીને ધ્યાનમાં રાખીને દેશના હિત માટે જવાનો અને નાગરીકો માટે તુરંત બ્લડની જરૂરીયાત પૂર્ણ થાય તે માટે તમામ સમાજોએ આગળ આવીને સરકારી હોસ્પિટલ, ટંકારા ખાતે સ્વૈચ્છિક રક્તદાન કરવા નમ્ર વિનંતી છે.
દાન તો ગુજરાતીના લોહીમાં છે તો લોહીનું દાન કેમ નહીં ? તો,આવો સૌ સાથે મળીને રાષ્ટ્રહિતમાં આપણું યોગદાન આપીએ.
તારીખ : ૧૦-૦૫-૨૦૨૫, શનિવાર
સમય : સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦ કલાક
સ્થળ : સરકારી હોસ્પિટલ – ટંકારા
સૌજન્યઃ તાલુકા હેલ્થ ઓફિસ, ટંકારા
આવો આપણે સૌ સાથે મળી રાષ્ટ્ર હિતમાં રકતદાન કરીએ….

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ૨૦* *એપ્રિલ સુધી હક-દાવા અને વાંધા અરજી રજૂ કરી શકાશે*

editor

*ટંકારા પોલીસ કસ્ટડીમાં ચોરીના ગુન્હાના આરોપીનું હૃદયરોગનો હુમલો આવતા મોત*

Hello Morbi

શ્રી ગાયત્રીનગર તા. શાળા ટંકારા જ્ઞાન શક્તિ દિનની ઉજવણી અહેવાલ ૧ લી ઓગષ્ટ ૨૦૨૧ ને રવિવાર

Hello Morbi

Leave a Comment