• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ડીસામાં જન્મદિવસ નિમિત્તે પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

ડીસામાં જન્મદિવસ નિમિત્તે પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ ..
છેલ્લા 254 ગુરૂવારથી ડીસા નગરમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા ગૌસેવા હેતુ નિયમિત રીતે દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય છે.355 માં ગુરૂવારે જીયા ભરતભાઈ જીવરાણીના જન્મદિવસ નિમિતે જલારામ મંદિર ડીસા ખાતે પૂજ્ય જલારામ બાપાનાં ભજન રખાતાં ખૂબ બહોળી સંખ્યામાં જલારામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભજનોની રમઝટ જામી હતી.ટેટોડા રાજારામ ગૌધામના પૂજ્ય રામરતનજી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જીયાના જન્મદિવસ નિમિતે સૌએ તેને અભિનંદન અને આશીર્વાદ આપી પુષ્પવર્ષા કરી હતી.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે 38000 આડત્રીસ હજાર રૂપિયાની ગૌસેવા એકત્ર થઇ હતી.356 મા ગુરૂવારે ભાવેશભાઈ ત્રિભોવનદાસ ઠક્કરે એમના નિવાસસ્થાન શાલીગ્રામ રેસીડેન્સી ખાતે ભજન માટે સૌને આમંત્રણ આપ્યું હતું જેનો સૌએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.ભજનના યજમાન પરિવાર શ્રીમતી વીણાબેન ભરતભાઈ જીવરાણીનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી ઢબૂકતા ઢોલના નાદે વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
પૂજ્ય જલારામ બાપાના ભજનમાં દિનપ્રતિદિન સંખ્યા વધતાં ગૌસેવાના સત્કાર્યને સારો વેગ મળી રહેલ છે.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ જીવંત પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે કર્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં લોકશાહીના પર્વમાં ‘ફર્સ્ટ ટાઈમ વોટર્સ’નો થનગનાટ; સાદરીયા બ્રિન્દાએ પ્રથમ વખત મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો*

editor

*મોરબી જિલ્લા માટે સાંસદ મોહનભાઈ કુંડારિયાની ગ્રાન્ટમાંથી ત્રણ એમ્બ્યુલન્સ ફાળવાશે*

Hello Morbi

*HELLO MORBI: ૧૮ ઓક્ટોબરના રોજ હળવદ ખાતેઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

Leave a Comment