• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:પૂજ્ય સંતશ્રી મહારાજની કથા નિમિત્તે રૂપિયા 11 લાખ જલીયાણ ગૌશાળા ડીસાને અર્પણ કરાયા*

પૂજ્ય સતશ્રી મહારાજની કથા નિમિત્તે રૂપિયા 11 લાખ જલીયાણ ગૌશાળા ડીસાને અર્પણ કરાયા
ડીસા નગરમાં ગૌસેવા હેતુ માર્ચ 2025 માં પૂજ્ય સતશ્રી મહારાજની દિવ્ય ગૌભાગવતકથાનું આયોજન કરવામાં આવ્યું હતું.જલારામ ગૌશાળા ભાભર, શાસ્ત્રીજી ગૌશાળા ડીસા તેમજ જલીયાણ ગૌશાળા ડીસાના લાભાર્થે યોજાયેલ આ કથાની આવકમાંથી રૂપિયા 11 લાખ જલીયાણ ગૌશાળા ડીસાને અર્પણ કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ અનુસંધાને ટેટોડા શ્રી જલીયાણ ગૌમાતા હોસ્પિટલના પૂજ્ય રામરતનજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં કથા સંચાલન સમિતિના સર્વ ભગવાનભાઈ બંધુ, શશીકાંતભાઈ ડી. ઠક્કર, મણીભાઈ પટેલ -શેઠ, ભરતભાઈ ભાવિક, મહેશભાઈ ઉડેચા સહિત સૌએ સાથે મળીને રૂપિયા 11 લાખ જલીયાણ ગૌશાળા ડીસાના મુખ્ય ટ્રસ્ટીઓ સર્વ મુકેશભાઈ આચાર્ય, ભરતભાઈ દામાણી, વિનોદભાઈ પટેલને પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ગુરૂવારે અર્પણ કર્યા હતા.
આ અવસરે સર્વ અમીતભાઈ પુરોહિત,તારાચંદભાઈ મજેઠીયા, નરેશભાઈ આચાર્ય,કલ્પેશભાઈ -લાલાભાઈ, આનંદભાઈ ઠક્કર, પિયુષભાઈ ગટા, હસમુખભાઈ પોપટ , કનુભાઈ તૃપ્તિવાળા, દીલીપભાઇ રતાણી,આત્મારામભાઈ ઓઢાવાળા, નરેશભાઈ જોષી,નટુભાઇ લીબાચીયા, નવીનભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ રાચ્છ,જગદીશભાઈ સરગમ,
વિનોદભાઈ ગોહિલ, હસમુખભાઈ ચૌહાણ, વિનોદભાઈ ગોકલાણી, વિપુલભાઈ ગોહિલ,કિસન ઠક્કર, જગદીશભાઈ કક્કડ,જીતુભાઈ અખાણી, ધર્મેશભાઈ ઠક્કર, રાજેન્દ્રભાઈ ચૌહાણ,દેવચંદભાઈ પૂજારા, પરેશભાઈ જીવરાણી, લાલાભાઈ ત્રિભોવનદાસ, મહેશભાઈ અખાણી,સતીષભાઈ પટેલ, ગુણવંતભાઈ પંચાલ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી જલીયાણ ગૌશાળા ડીસાની ગૌસેવાથી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.
સતશ્રી મહારાજની દિવ્ય ભાગવતકથાથી ડીસા નગરમાં અનેરો ઉત્સાહ અને આનંદ છવાતાં આગામી વર્ષે પણ કથાનું આયોજન કરવાનો સમિતિએ પ્રેરણાદાયી નિર્ણય લીધેલ છે.

Related posts

*HELLO MORBI: ગુજરાતના ચીફ સેક્રટરીશ્રી રાજકુમારે વીડીયો કોન્ફરન્સના માધ્યમથીમોરબી જિલ્લાની પરિસ્થિતિ ની સમીક્ષા કરી*

editor

*મંત્રી બ્રિજેશભાઈ મેરજાની મહેનત રંગ લાવી કેનાલમાં પાણી આવતા ખેડુતો ખુશખુશાલ*

Hello Morbi

*HELLO MORBI:સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહ યોજાયો*

editor

Leave a Comment