• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: માળિયાના મોટા દહીંસરા ગામે જાડેજા પરિવાર દ્વારા મોમાઇધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો*

*શોભાયાત્રા નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ, મહાઆરતી સહિતના પ્રસંગો ઉજવાયા*
મોરબી, તા.૧૮ : મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે મુખ્ય યજમાન તરીકે સ્વ.ઉદયસિંહ મનુભા જાડેજા (રામ તારીમાયા) જયદીપ એન્ડ કંપની દ્વારા તા.૧૫થી ૧૭ ત્રણ દિવસ મોમાઈ ધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી રંગચંગે ઉજવાયો હતો. મહોત્સવના આચર્યપદે હસુભાઈ પંડ્યાએ વિધિ સંપન્ન કરાવી હતી. મહોત્સવમાં દેહસુદ્ધી, ગણપતિ સ્થાપના, માતાજીની શોભાયાત્રા, પ્રતિષ્ઠા, યજ્ઞ, વાસ્તુ યજ્ઞ, કુટીર હોમ, પવનચંડી યજ્ઞ, ધ્વજારોહણ, મહાઆરતી સહિત કાર્યક્રમો
શોભાયાત્રા નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ, મહાઆરતી સહિતના પ્રસંગ
ધામધૂમથી ઉજવાયા હતો. આ પ્રસંગે સ્વ.ઉદયસિંહ મનુભા જાડેજા સમાજ વાડી વિવેકાનંદનગર મોટાદહીંસરા ખાતે ત્રણ દિવસ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ મહોત્સવ પરિવારમાં સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજાના પુત્રો, જયુભા, દિલુભા, અનિરૂધ્ધસિંહ, અશ્વિનસિંહ સહિત જાડેજા પરિવાર જોડાયો હતો. આ મહોત્સવમાં સંતો-મહંતો, ક્ષત્રિય સમાજના આગેવાનો, રાજકીય અને સામાજીક આગેવાનો અને મોટા દહીંસરા, વવાણીયા, મોરબી સહિતનો જાડેજા પરિવાર અને ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નેવવર્ષના વ્યોવૃધને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડો સત્યજીતસિંહ જાડેજા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: આયુસ ન્યુરો સર્જરી વિભાગ(મગજ, મણકા અને કરોડરજ્જુનો વિભાગ)*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી 𝐈𝐓𝐈 ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક કોર્સ અને ૧૦૦ બેડની નવી હોસ્ટેલ શરૂ થશે: મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા*

editor

Leave a Comment