• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:હળવદ પો.સ્ટેના સુરવદર ગામે પ્રેમપ્રકરણમાં મોત નિપજાવનાર આરોપીઓની ધરપક્કડ કરતી હળવદ પોલીસ*

હળવદ પો.સ્ટેના સુરવદર ગામે પ્રેમપ્રકરણમાં મોત નિપજાવનાર આરોપીઓની ધરપક્કડ કરતી હળવદ પોલીસ.
તા.૧૯/૦૫/૨૦૨૫
હળવદના સુરવદર ગામના મનોજભાઇ કરશનભાઇ ધામેચા કે જે રાયધ્રા ગામની કાજલને શક્તીનગર પરણાવેલ હોય તેને ભગાડીને લઈ ગયેલ હોય જેથી આ બાબતનું આરોપીઓએ મનદુ:ખ રાખી તા.૧૮/૦૫/૨૦૨૫ ના વહેલી સવારના આશરે ૦૪/૦૦ વાગ્યાના વખતે આ કામના ફરીયાદી કિરણભાઇ કરશનભાઇ ધામેચા પોતાના ઘરે સુતા હોય તે વખતે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી છરી તથા ધોકા જેવા જીવલેણ હથીયાર ધારણ કરી, ફરીયાદીના ઘરમાં ગેરકાયદેસર ગૃહ અપપ્રવેશ કરી ફરીયાદીનું અપહરણ કરી ગાડીમાં બેસાડી આરોપીઓ ફરીયાદીનું ગળુ દબાવતા હતા તે વખતે મરણજનાર ચંદુભાઇ રાઘવજીભાઇ ધામેચા તેને છોડવવા જતા આરોપી વિશાલભાઇએ મરણજનાર ચંદુભાઇને છાતીની જમણી બાજુ છરીનો ઘા મારી મોત નિપજાવેલ તે દરમ્યાન મરણજનારનો દીકરો જયેશ તેમને છોડાવવા જતા આરોપી વિશાલે તેને પણ માથાના ભાગે છરીનો ઘા મારેલ અને આ ઝઘડા દરમ્યાન મરણજનારની દીકરી સંજના તથા જયસુખ આવતા આરોપીઓએ ધોકા વડે મુઢ માર મારેલ હોય જે બાબતેની કિરણભાઇ કરશનભાઇ ધામેચા જાતે.કોળી ઉ.વ.૨૩ ધંધો.ખેતી રહે.સુરવદર તા.હળવદ જી.મોરબી વાળાએ (૧)વિશાલભાઇ રમેશભાઇ નંદેસરીયા જાતે-કોળી ઉ.વ.૨૫ (૨) શામજીભાઇ રણછોડભાઇ નંદેસરીયા જાતે-કોળી ઉ.વ.૩૨ (૩) સાગરભાઇ રણછોડભાઇ નંદેસરીયા જાતે-કોળી ઉ.વ.૨૯ રહે.તમામ રાયધ્રા તા.હળવદ જી.મોરબી તથા (૪) આશીષભાઇ બાબુભાઇ કોળી તથા અન્ય ચારથી પાંચ ઈસમો વિરૂધ્ધ ફરીયાદ આપતા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ પો.ઈન્સ. આર.ટી.વ્યાસ હળવદ પો.સ્ટે.નાઓએ સંભાળેલ.> અટક કરેલ આરોપીના નામ સરનામા :-
૧) વિશાલભાઇ રમેશભાઇ નંદેસરીયા જાતે-કોળી ઉ.વ.૨૫
૨) શામજીભાઇ રણછોડભાઇ નંદેસરીયા જાતે-કોળી ઉ.વ.૩૨
૩) સાગરભાઇ રણછોડભાઇ નંદેસરીયા જાતે-કોળી ઉ.વ.૨૯ રહે.તમામ રાયધ્રા તા.હળવદ જી.મોરબી વાળાઓને આજરોજ તા.૧૯/૦૫/૨૦૨૫ ના રોજ અટક કરવામાં આવેલ છે.> કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ :-
શ્રી, આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ, એ.એસ.આઈ.અજીતસિહ નટુભા, એ.એસ.આઈ. રમેશભાઈ તથા પો.હેડ કોન્સ. દીનેશભાઇ, તથા પો.કોન્સ વનરાજસિંહ તથા પો.કોન્સ દિવ્યરાજસિંહ તથા પો.કોન્સ. સાગરભાઇ, પો.કોન્સ.રણજીતસિંહ પો.કોન્સ સુરેશભાઇ, પો.કોન્સ. યુવરાજસિંહ, પો.કોન્સ. હિતેષભાઈ હળવદ પો.સ્ટે. સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.

Related posts

*શ્રદ્ધેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની શુભેચ્છા મુલાકાતે મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજ્ય કક્ષાના હોમગાર્ડ્ઝ રમત મહોત્સવમાં મોરબીનું ગૌરવ વધ્યું; શૂટિંગ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ જિલ્લા કમાન્ડન્ટશ્રી દીપ પટેલ સન્માનિત*

editor

*મોરબી જિલ્લા માં કેનાલો અને ધોરીયા ના અધૂરા કામ તાત્કાલિક પૂર્ણ કરવા રજૂઆત*

Hello Morbi

Leave a Comment