• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી સીટી બી ડિવીઝન પો,સ્ટે વિસ્તારના મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે ચોરી કરનાર ઇસમને પકડી પાડતી મોરબી સીટી બી ડીવી પોલીસ*

મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે ચોરી કરનાર ઇસમને પકડી પાડતી મોરબી સીટી બી ડીવી પોલીસ
શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ નાઓની સુચના અન્વયે તેમજ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ ચોરી, લુંટ, ધાડ જેવા મિલ્કત સબંધી ગુનાઓમા પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ હોયજે અનુસંધાને અમોપો.ઇન્સ. એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવી.પો.સ્ટે. નાઓએ અત્રેના સ્ટાફને જરૂરી સુચના/માર્ગદર્શન કરેલ હોય
જે અનુસંધાને અમો પો.ઇન્સ. એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફેઅલગ અલગ જગ્યાના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરેલ અને ટેકનીકલ રીતે તપાસ કરેલ હોય અને અનડિટેકટ ગુના શોધી કાઢવા અથાગ પ્રયત્નો કરેલ હોય અને બાતમીદારોને હકિકત મેળવવા સુચના કરેલ હોય જેથી હ્યુમનશોર્સ મારફતે સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. વિજયભાઇ બાર તથા પો.કોન્સ. ભાવેશભાઇ કાંટા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે “મોરબી બી ડિવીઝન પો.સ્ટે વિસ્તારમાં મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે એન.એફ.એસ.ઓ.એફ.સી કેબલ ૨૦૦ મીટર તથા જોઇન્ટ ક્લોઝર ચોરી થયેલ જે ચોરી કરનાર ઇસમઅન્ય ચોરી કરવાના ઇરાદે રેકી કરવા આવનાર છે અને તે વાવડી ગામથી વાવડી રોડ રેલ્વે સ્ટેશન થઇ નટરાજ ફાટક થઇ મોરબી – ૨ માં આવનાર છે ” એવી રીતેની હકીકત મળેલ જેથી અત્રેનો સર્વેલન્સ સ્ટાફ મહારાણા સર્કલ પાસે વોચ તપાસમા રહેતા મહારાણા સર્કલ પાસેથી આરોપીને પકડી પાડેલ તેમજ તેને જે ચોરમુદ્દામાલ આપેલ ઇસમને પણ પકડેલ હોય તેઓ બંન્નેનાવિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે આમ, મોરબીમાં થયેલ એક ચોરીના ગુનો ભેદ ઉકેલી નવી ચોરીઓને અંજામ આપે તે પહેલા આરોપીને પકડી પાડેલ> પકડાયેલ ઇસમનુ નામ
૧) દિનેશ નંદુભાઇ માવી ઉ.વ.૨૦ ધંધો.મજુરી રહે,હાલ ભુમી ટાવર સામે ઝુપડામાં વાવડી ગામ તા.જી.મોરબી મૂળ રહે,ગામ નાના કોટડા પો.સ્ટ.કોતવાલી તા.જી.જામવા મધ્યપ્રદેશ
૨) રજાકભાઇ લતીફભાઇ કચ્છી ઉ.વ.૬૨ ધંધો.ભંગાર લે-વેચ રહે,કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી.> કબ્જે કરેલ ચોરીમા ગયેલ મુદ્દામાલ
૧) એન.એફ.એસ.ઓ.એફ.સી વાયર (કેબલ) ૨૦૦ મીટર તથા જોઇન્ટ ક્લોઝરનુ વેચાણ કરેલના કુલ રોકડ રૂપીયા ૧૬,૦00/- કબ્જે કરેલ છે તે.- ડિટેક્ટ કરેલ ગુના
૧) મોરબી સીટી બી ડિવી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન.૧૦૧૫/૨૦૨૫બી.એન.એસ. ક.૩૦૩(૨) મુજબ.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનનો પાયો રોપતો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ*

editor

*HELLO MORBI NEWS:બાલંભા ઉચ્ચતર સરકારી માધ્યમિક શાળા નું ધોરણ 12 નું ઝળહળતું પરિણામ*

editor

*HELLO MORBI:સમગ્ર મોરબી જીલ્લા ની એકમાત્ર OSEM C.B.S.E. સ્કુલ ની બોર્ડ દ્વારા હાઈબ્રીડ લર્નિંગ પ્રોજેક્ટ માટે પસંદગી*

editor

Leave a Comment