• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:હળવદ પો.સ્ટેના અપહરણ ના ગુનામાં નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને મહેસાણા જીલ્લાના બાવલુ ખાતેથી પકડી પાડતી મોરબી AHTU ટીમ*

હળવદ પો.સ્ટેના અપહરણ ના ગુનામાં નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને મહેસાણા જીલ્લાના બાવલુ ખાતેથી પકડી પાડતી મોરબી AHTU ટીમ .
તા.૨૦/૦૫/૨૦૨૫
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જિલ્લાનાઓએ મોરબી જીલ્લામાં અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જેથી અમો એમ.બી. મિસ્ત્રી પોલીસ ઇન્સ્પેકટર તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ. નંદલાલ ડી વરમોરાને ખાનગી રાહે માહીતી મળેલ હતી કે, હળવદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૦૨૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૩૭(૨), ૮૭ મુજબના ગુન્હાના કામનો આરોપી અલ્પેશભાઇ સ/ઓફ કાનુભાઇ ઉર્ફે કાળુભાઇ આડેસરા/કોળી રહે.નિમકનગર તા.ધ્રાગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો ફરીયાદીશ્રી ની સગીર વયની દિકરીને ટીકર ગામે ફરીયાદીના ધરેથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી અલ્પેશભાઇ આડેસરા ને મહેસાણા જીલ્લાના કડી તાલુકાના બાવલુ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ લક્ષ્મણપુરા ગામની સીમમાં આવેલ કલરવ સેશન્સ એ.શ્રીધર નામના બંગલાની કન્સ્ટ્રકશન સાઇડની પતરાની ઓરડીમાંથી હોવાની માહીતી મળતા હકીકત વાળી જગ્યાએ પહોંચી AHTU ટીમ દ્રારા આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી હળવદ પો.સ્ટે.ને સોપવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.બી.મિસ્ત્રી પોલીસ ઇન્સ્પેકટર I/C AHTU મોરબી તથા ASI ફુલીબેન ઠાકોર HC નંદલાલ વરમોરા, અરવિંદસિંહ પરમાર, દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મોરબી શહેરના ત્રિવિધ વિકાસકાર્ય કાર્યક્રમનું આયોજન*

editor

*HELLO MORBI NEWS:નવયુગ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજાયો*

editor

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા રંગોળીમાં ગુજરાતની અસ્મિતા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતી ભાતીગળ લીંપણ આર્ટ રજૂ કરાઈ*

editor

Leave a Comment