• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ઓનેસ્ટ ચેક પોસ્ટ, કચ્છ-મોરબી હાઇવે ઉપરથી બ્રેજા ગાડીમાં ભરેલ IMFL ની બોટલો નંગ-૩૩૩ સાથે એક આરોપીને પકડી પાડતી માળીયા (મીં) પોલીસ*

 

ઓનેસ્ટ ચેક પોસ્ટ, કચ્છ-મોરબી હાઇવે ઉપરથી બ્રેજા ગાડીમાં ભરેલ IMFL ની બોટલો નંગ-૩૩૩ કી રૂ ૩,૮૯,૭૦૦/- તથા કાર મોબાઇલ ફોન મળી કુલ રૂ ૮,૦૪,૭૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી માળીયા (મીં) પોલીસ
શ્રી,અશોક કુમાર સાહેબ (IPS) પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ (IPS) પોલીસ અધીક્ષક મોરબી નાઓએ મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ પ્રોહી./જુગારની ચોરી છુપી ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર અંકુશ રાખવા અંગેની અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના કરતા
જે અન્વયે શ્રી પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ મોરબીનાઓએ મોરબી ડીવીજનમા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટર શ્રી,આર.સી.ગોહિલ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનાઓના સુચના હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી અર્થે પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.હેડ.કોન્સ પૃથ્વીરાજસિંહ જાડેજા, પો.કોન્સ બીપીનભાઇ પરમાર, રાયમલભાઇ શિયાર ને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કચ્છ તરફથી એક સફેદ નંબર પ્લેટ વગરની મારૂતી બ્રેઝા કારમાં ગે.કા. રીતે ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવે છે તેવી ચોકકસ હકિકત આધારે માળીયા મીંયાણા ઓનેસ્ટ પોલીસ ચેક પોસ્ટ પાસે કચ્છ મોરબી હાઇવેરોડ ઉપર જરૂરી વોચ ગોઠવી હકિકત વાળી કાર મળી આવતા તેમાંથી અલય અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૩૩૩ કિ.રૂ.૩,૮૯,૭૦૦/-ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહીબીશન હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી :-
સુરેશભાઈ અજાભાઇ ચૌધરી(જાટ) ઉ.વ. ૧૯ રહે. કુડલા તા.જી. બાડમેર (રાજસ્થાન)
પકડવાનો બાકી આરોપી :-
સુરેશ ચુન્નારામ (મેઘવાલ) રહે હાલ-ગાંધીધામ મુળ રહે. ચો. ચોહટન જી.બાડમેર (રાજસ્થાન)
કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) બેગપાઇપર ફાઇન વ્હીસ્કી ની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૧૫૬ કિ.રૂ.૧,૭૧,૬૦૦/-
(૨) મેક્ડોવેલ્સ નં-૦૧ બ્લેન્ડેડ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૬૦ કિ.રૂ.૬૬,૦00/-
(૩) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૧૧૭ કિ.રૂ.૧,૫૨,૧૦૦/-
(૪) નંબર પ્લેટ વગરની મારૂતી સુઝુકી કંપનીની બ્રેઝા કાર કિ.રૂ ૪,૦૦,૦૦૦/-
(૫) આઇ-ફોન નંગ-૦૧ કિ. રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૦૪,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા સ્ટાફ :- પોલીસ ઇન્સ્પેકટર શ્રી.આર.સી.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના
HC પૃથ્વિરાજસિંહ જાડેજા તથા PC હરપાલસિંહ રાજપુત, બીપીનભાઇ પરમાર, રાયમલભાઇ શીયાર તથા એ.એસ.આઇ રણધીરભાઇ ડાંગર નાયબ પોલીસ અધી.શ્રીની કચેરી મોરબી વિગેરે આ કામગીરીમાં જોડાયેલ.

Related posts

*HELLO MORBI: કાયાજી પ્લોટ મા ચોકીદારી કરતા ચોર ને ગણતરી ના દિવસોમા પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*વાંકાનેરના જાલી ગામે આંતરિક બજારમાં આરસીસી માર્ગ ની કામગીરી હાથ ધરાઈ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી ખાતે છત્રપતિ શિવાજી ના જીવન આધારિત ભવ્ય નાટક જાણતા રાજા ભજવાશે બે એપ્રિલથી 8 એપ્રિલ સુધી ભવ્યથી દિવ્ય જાજરમાન આયોજન*

editor

Leave a Comment