
મોરબી તાલુકા ના નવી પીપળી ગામે ઓમપાર્ક સોસાયટી માં રહેતા સંદીપભાઇ રમેશભાઇ કાલરીયા ના રહેણાંક મકાન ની પાછળ ખરાબા ની જગ્યા માં વાળેલ વરંડા માં ગે.કા રીતે ઘરેલુ વપરાશ ના ગેસ ના બાટલા માંથી કોર્મશીયલ ગેસ સીલીન્ડર માં રીફીલીંગ કરતા પકડી કુલ રૂપીયા ૫,૩૭,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ મોરબી જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને સદંતર નેસ્ત નાબુદ કરવા સુચના હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર સતત વોચ રાખી આવી પ્રવૃતિઓ ઉપર અંકુશ રાખવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.કે ચારેલ નાઓએ પોલીસ કોન્સ. રમેશભાઇ રાજાભાઇ મુંધવા તથા શકતિસિંહ કીશોરસિંહ જાડેજા નાઓને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના નવી પીપળી ગામે ઓમપાર્ક સોસાયટી માં રહેતા સંદીપભાઈ રમેશભાઇ કાલરીયા/પટેલ રહે. નવી પીપળી તા-જી મોરબી મુળગામ- ચકમપર તા-જી મોરબી વાળા ના રહેણાક મકાને રેઇડ કરતા ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ કાચની બોટલ નંગ-૧૩૧ તથા બિયર ટીન નંગ-૯૬ ફૂલ કિ.રૂ. ૨,૫૧,૩૪૦/-તેમજ ક્રેટા ગાડી કીરૂ ૮૦૦,૦૦૦/- એમ ફૂલ ૧૦,૫૧,૩૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરેલ બાદ મજકૂર આરોપી ના રહેણાંક મકાન ની ઝડતી તપાસ કરતા મકાન ના પાછળ ના ભાગે આવેલ ખરાબા ની જગ્યા માં વરંડો વાળી જેમાં ઘરેલુ વપરાશ ના ગેસ ના બાટલા માંથી ઇલેકટ્રીક મોટર થી કોર્મશીયલ ગેસ સીલીન્ડર માં ગેસ નુ રીફીલીંગ ની ગે.કા પ્રવ્રુતિ ચાલુ હોય જેથી મજકૂર ઇસમ પાસે થી ફૂલ ૫,૩૭,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૦,૨૮૭,૨૮૮,૧૨૫ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનીયમ કલમ ૩,૪,૭ મુજબ ગુનો રજી કરી આગળ ની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એચ.ભટ્ટ નાઓ ચલાવી રહેલ છે.
આરોપી :- સંદીપભાઈ રમેશભાઇ કાલરીયા/પટેલ ઉવ-૩૬ રહે.નવીપીપળી તા-જી મોરબી> કબ્જે કરેલ મુદ્દામાલ :-
૧) સુપરગેસ ના ભરેલ બાટલા નંગ-૪૨ કીરૂ ફૂલ ૧,૨૬,૦૦૦/-
૨) સુપરગેસ ના ખાલી બાટલા નંગ-૧૬ કીરૂ ૩૨૦૦૦/-
(૩) ઇન્ડેન કંપની ખાલી ગેસ ના બાટલા નંગ-૧૮ કીરૂ ૩૬૦૦0/-
૪) ઇન્ડેન એક ગેસ ભરેલ બોટલ કીરૂ ૩૦૦૦/-
(૫) સુપર કેરી વાહન (છોટા હાથી) રજી નંબર GJ-36-V-5456 કીરૂ 300,000/-
(૬) એચ.પી કંપની ના ખાલી બાટલા નંગ-૧૬ કીરૂ ફૂલ ૩૨૦૦૦/-
(૭) ગેસ રીફલીંગ માટે ઇલેકટ્રીક મોટર નળી નોઝલ સાથે-૦૧ કી.રૂ ૫૦૦૦/-
૮) એક ઇલેકટ્રીક વજન કાંટો-૦૧ કી.રૂ ૩૦૦૦/-
૯) લોખંડ પાના નંગ-૦૪ કી.રૂ ૨૦૦/-
કુલ મુદામાલ ૫,૩૭,૨૦૦/-> કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.કે.ચારેલ તથા પોલીસ સબ ઇન્સપેકટર એસ.એચ.ભટ્ટ તથા
એ.એસ.આઇ ભુપતસિંહ પરમાર તથા પોલીસ હેડ કોન્સ એ.પી.જાડેજા તથા મહાવીરસિંહ પરમાર તથા દેવશીભાઇ મોરી તથા પોલીસ કોન્સ રમેશભાઇ મુંધવા તથા શકતિસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા કુલદીપભાઇ કાનગડ તથા અરવિંદભાઇ મકવાણા તથા કેતનભાઇ અજાણા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા અજયભાઇ લાવડીયા તથા વિજયભાઇ ડાંગર તથા તેજાભાઇ ગળચર તથા રામદેવસિંહ જાડેજા તથા યશવંતસિંહ ઝાલા તથા પંકજભાઇ સેવાર નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

