• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:૭૦ વર્ષ ના માજી ને ગંભીર બીમારી માંથી બહાર લાવી નવજીવન આપતા મોરબીનાં આયુષ મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા*

મોરબી:તા૧૫ એક ૭૦ વર્ષના માજી ને ઇમરજન્સીમાં આયુષ હોસ્પિટલ માં લાવવા માં આવ્યા હતા. ત્યાં સારવાર આપનાર ડો સત્યજીતસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે માજીને છાતીમાં દુઃખાવો,ગભરામણ,તાવ અને શ્વાસ લેવા માં તકલીફ જેવી તકલીફો હતી, ત્યાં માજી નું ઓક્સીજન લેવલ તપાસ કરતા જણાયું કે ઓક્સીજન નું લેવલ ઓછુ (૭૦%) છે,ઓક્સીજન ની ખુણપ હોવાથી કૃત્રિમ રીતે ઓક્સીજન આપવાનું શરુ કર્યું જેમાં ૧૨લીટર/મિનીટ ના દરે આપવાની જરૂરિયાત પડી ,માજી નું બી પી પણ ખુબ જ ઓછુ આવતું હતું જેના કારણે માજી ને વધારે પાવર વાળા ઈન્જેકશન (Noradrenaline) શરુ કરવા માં આવ્યા. ત્યાર બાદ હદયનો ECG કરવા માં આવ્યો જેમાં હદયનો હુમલો હોઈ એવી શંકા જણાતા ટ્રોપાઈ નામનો રિપોર્ટ કરાવ્યો રીપોર્ટ પોઝીટીવ આવતા કન્ફર્મ થયું કે માજી ને હદય નો હુમલો આવ્યો છે. ત્યાર બાદ એક્ષરે દ્વારા જાણવા માં આવ્યું કે માજી ને ફેફસામાં પણ વધારે પ્રમાણ માં ઇન્ફેકશન છે, કારણ કે માજી ને ન્યુમોનિયા નામની બીમારી થઇ જ્ઞ હતી. આગળ વધારે શંકા જતા હદય ની સોનોગ્રાફી કરી જેમાં આવ્યું કે માજી નું હદય ૩૦% જ કામ કરે છે.જ્યાં સામાન્ય માણસનું હદય ૬૦% કામ કરતું હોઈ માજીનું હદય ૫૦% થી પણ ઓછુ કામ કરતુ હતું. આટલી બધી બીમારી ના લીધે માજી ને આઈ.સી.યુ માં સારવાર માટે દાખલ કરવા માં આવ્યા. જ્યાં બીજા દિવસે વધારે પાવર વાળા ઈન્જેકશન અને કૃત્રિમ રીતે ઓક્સીજન આપવાનું શરુ રાખ્યું. બીજા દિવસે માજી ને ઓક્સીજન ની જરૂરિયાત નહીવત થઇ ગઈ અને જે વધારે પાવર વાળા ઈન્જેકશન આપતા હતા તેની પણ જરૂરિયાત નહીવત થઇ ગઈ તાવ પણ જતો રહ્યો આઈ.સી.યુ. ની ટીમ અને ડોક્ટરો ની મહેનત રંગ લાવી અને ત્રીજા દિવસે માજી બિલકુલ સ્વસ્થ થયા અને તમને રજા અપાઈ. દર્દી અને તેમના સગા દ્વારા આયુષ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટર સાહેબ નો આભાર માનવા માં આવ્યો.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકાના મકનસર ગામની સીમ, એકસસ સિરામીક પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI NEWS:નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:થરાદ ખાતે દર ગુરૂવાર માટે પૂજ્ય જલારામ બાપાના ભજનનો થયો શાનદાર પ્રારંભ*

editor

Leave a Comment